ખેરાલુ શહેરમાં ૩૧ વર્ષ સુધી ગૌ માતા માંટે ૯ વર્ષ થી. હલદીગાડી પદ યાત્રા પર નિકળેલ સંત નો કાફલો ખેરાલુ આવ્યા

ખેરાલુ સ્વામીનારાયણ મંદિર પરિસરમાં  પણ દશૅન કરી ને મુલાકાત કરી હતી સ્વામીનારાયણ મંદિર મહંતશ્રી એ પણ ગાય માતાને  રથમાં ફુલહાર કરી ને ધન્યતા અનુભવી હતી સ્વામીનારાયણ મંદિર પરિસર આગળ ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને નગરપાલિકાના પ્રમુખ હેમંત શુક્લ એ પણ વિધિવત ગાયમાતા નુ રથ માં સ્વાગત કર્યું હતું 

ધારાસભ્ય અજમલજી ઠાકોર અને નગરપાલિકાના પ્રમુખ હેમંત શુક્લ એ રથ ખેંચીને ખરીદ વેચાણ સંઘ સુધી પદયાત્રા કરી હતી સાથે નગરજનો જોડાયા સંઘ પાસે શિશુમંદિર ની બાલીકા ઓએ ભાર્ગવી બેન વૈધ સાથે ગૌ માતા નું રથમાં સ્વાગત કર્યું હતું ખેરાલુ ના અગ્રણી નાથુભાઈ સોની દિનેશભાઈ દેસાઈ માસ્તર જશમીન દેવી અરવિંદભાઈ પ્રજાપતિ  નવીનભાઈ પરમાર મનુભાઈ દેશાઇ ભરતભાઈ પટેલ ડી એ ડબગર જીતુભાઈ પંડ્યા. ભરતજી ઠાકોર  સહિત રાકેશભાઇ  સહિત અનેક લોકો આવ્યા હતા

ગૌ માતા ની રક્ષા પર્યાવરણ અને આધ્યાત્મિક ચેતના માટે નવા વર્ષ થી  પદયાત્રા સંત શ્રી  તપસ્વી કરી રહ્યા છે ખેરાલુ ખાતે ઠેર ઠેર રથમાં સવાર ગૌ માતા અને સંત શ્રી નુ સ્વાગત થયું  જેમાં હિંગળાજ માતાના મંદિર પાસે બારોટ સમાજના આગેવાનો એ કર્યું તો દેશાઇવાડા સહિત કરાયું હતું આજે રાત્રે મારૂનડા માતા મંદિરમાં વ્યાખ્યા ન પણ સંત શ્રી આપશે ધર્મ પ્રેમી જનતા ને ૭-૩૦થી એક કલાક માટે હાજર રહેવા જણાવાયું છે – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: