ખેરાલુ કોલેજ ની મુહિમ રંગ લાવી ઉતરાયણ પર્વ જીવદયાપ્રેમી સાબિત કરતા કોલેજ ના વિધાર્થીઓ

ઉત્તરાયણ પર્વ પછી કપાએલા પતંગ ની દોરી આડીઅવડી પડેલી હોય છે કોઈ ઝાડ લાઇટ ના થાંભલા ઝાડી વગેરે જગ્યાએ લટકતી જોવા મળે છે તેમાં ફસાઈ જવાથી ઘણાં પક્ષીઓ ઘાયલ થાય અથવા મ્રુત્યુ પામે તેમના બચાવ માટે ખેરાલુ કોલેજના પ્રિ. ડો. બાબુભાઈ  જે  ચૌધરી અને સમાજશાશ્ત્ર વિભાગ ના વડા પ્રો. ડો. હરેશભાઈ ચૌધરીએ સમાજશાશ્ત્ર વિભાગ ના વિધ્યાર્થીઓને જીવદયા માટે સેમિનાર નું કાર્ય કરવાનું કહ્યું હતું. કોલેજના વિધ્યાર્થી ઓએ આ મુહિમ ઉપાડી લીધી આ સેમિનારની મુહિમ રંગ લાવી ખેરાલુ વડગામ સતલાસણા વડનગર તાલુકાના જુદા જુદા ૨૬ ગામોના ખેરાલુ કોલેજમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થી ઓ આ જીવદયા ના સેમિનાર માં જોડાઇ ગયા અને ૨૬ ગામોમાંથી કપાયેલી દોરી વીણી ને એકઠી કરીને તેનો નાશ કર્યો પ્રિ. ડો. બાબુભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે મારા યુવાનોએ જેટલા ઉત્સાહથી ઉત્તરાયણની ઉજવણી કરી એટલાજ ઉત્સાહથી નકામી દોરીનો નાશ કર્યો અને જીવદયા નું ઉત્તમ કાર્ય કર્યું ધન્યવાદ સહ અભિનંદન દોસ્તો રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: