વડનગર શહેર માં વડનગરનો વારસો અને આઝાદી નો અમૃત મહોત્સવ અંગે શાનદાર આઝાદી ના પુસ્તકો નુ પ્રદર્શન અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

વડનગર તાલુકા પુસ્તકાલય ખાતે ૧ર જાન્યુઆરી ને મંગળવારે બપોરે પ્રોગ્રામ યોજાયો હતો ખેરાલુ પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં વડનગર સામાજીક કાર્યકર  સોમાભાઇ મોદી   સહિત  વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી  વડનગર નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાજી ઠાકોર ચેરમેન ઘેમરજી ઠાકોર  મહેસાણા જિલ્લા લાઈબ્રેરી અધિકારી  વડનગર મામલતદાર રોહિત અઘારા સ્ટેજ પર  હાજર રહ્યા હતા મહેમાનો નું પુસ્તકાલય અધિકારી સંજયભાઈ સોલંકી અને ટીમે શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું

વડનગર તાલુકા પુસ્તકાલય માં મંગળવારે આઝાદીના અમૃત મહોત્સવ  યૌજાયો  હતો સોમાભાઈ મોદી સામાજિક અગ્રણી અને પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા સહિત મહેમાનો એ પ્રવચનો કર્યા હતા આ પુસ્તકાલયમાં  કુલ ૧,૮૧૬૧થી વધુ પુસ્તકો છે જેમાં એક હજાર થી વધુ પુસ્તકો લોકોને ને જોવા મૂકાયાં હતા અને દરરોજ ૧૮૦થી વધુ વાચકો પુસ્તકો વાચન અર્થ લઇ  જાય છે સ્વામી વિવેકાનંદ જ્યંતિ હોઈ પુસ્તકાલય ખાતે વકતૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં વિધાર્થીઓ ને મોમેનટો આપી હતી મહેસાણા જીલ્લા પુસ્તકાલય અધિકારી બી એફ દેશાઇ ના જણાવ્યા મુજબ વડનગર ખાતે સુંદર વ્યવસ્થા છે અને તેમાં હજુ વધુ સારી વ્યવસ્થા અને પ્રોગ્રામ સફળ થાય તે માટે અમે જાગૃત છીયે હરહંમેશ પુસ્તકાલય ની વિશ્ર્વનિયતા જળવાઈ રહે તે માટે અમો ચિતિત છીયે

વડનગર ગ્રંથપાલ સંજય સોલંકી પણ સ્ટાફ સાથે પ્રોગ્રામ ની સરસ તૈયારીઓ કરી હતી સંજય સોલંકી એ વધુમાં વડનગર તાલુકાના અને શહેર ના વાચક મિત્રો  પુસ્તકાલય માં આવો લાભ લે તેવી અપીલ કરી હતી પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા એ મીડીયાએ વિવેકાનંદ જન્મ જયંતિની વિશેષતાઓ જણાવ્યું હતું પુસ્તકાલય અધિકારી બી એફ દેશાઈ અને સંજયભાઈ સોલંકી એ તમામ નો આભાર માન્યો હતો વડનગર પુસ્તકાલય ખાતે શોશીયલ ડીસટનસ જાળવી લોકો હાજર રહ્યા હતા વડનગર નગરપાલિકાના સદશય અને વિરોધ પક્ષના નેતા પટેલ ગીરીશભાઈ એ પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા વિરુદ્ધ આક્ષેપ કર્યો કે વડનગર ના વિકાસ ના કાર્ય કે અન્ય પ્રોગ્રામ માં ગણ્યા ગાંઠ્યા લોકો ને આમંત્રણ આપી ને સંતોષ વ્યક્ત કરે છે પણ હકીકત માં  નગરના સારા વ્યક્તિ ઓમા ભેદભાવ ન રાખે તેવી ગીરીશભાઈ પટેલ એ માંગ કરી છે – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: