ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર સમક્ષ પ્રથમ વખત કોંગ્રેસના બાબુજી ઠાકોર અને વિનુભાઈ ચૌધરી એક પાણી મુદ્દે નક્કર પગલાં લેવા માગણી કરી

ધારાસભ્ય અજમલજી ઠાકોર એ ખેરાલુ, સતલાસણાના તળાવો ભરવા રૂા. ૧૩૦૦ લાખની યોજના મંજૂર કરાઇ હોવાનું જણાવ્યું રાજ્ય સરકારે યોજનાને સૈધાંતિક મંજુરી આપતાં ટૂંક સમયમાં કામ શરૂ થશે ધરોઇ કે નર્મદા આધારિત સિંચાઇનો કોઇ જ લાભ ના મળતો હોય તેવા સતલાસણા અને ખેરાલુ તાલુકાના ૪૪ ગામોને ધરોઇના કમાન્ડ વિસ્તારમાં સમાવી રાજ્ય સરકારે ૧૩૦૦ કરોડના ખર્ચે તળાવો ભરવા પાઇપ લાઇન નાંખવાની યોજનાને સૈધાંતિક મંજૂરી આપતાં વિસ્તારનો ખૂબ મોટો પ્રશ્ન ઉકેલાવા જઇ રહ્યો છે. 

આ અંગે વિગતો આપતાં ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યું હતુ કે ખેરાલુ અને સતલાસણા તાલુકાના ૪૪ ગામો એવા છે કે જેને ધરોઇ કે નર્મદા આધારિત સિંચાઇનો કોઇ જ લાભ મળતો નથી. જેથી તેઓ ધારાસભ્ય ચૂંટાયા ત્યારથી રાજ્ય સરકારને સતત રજુઆત કરી રહ્યાં હતા અને આ ૪૪ ગામોને ધરોઇના કમાન્ડ વિસ્તારમાં સમાવી પાઇપ લાઇન મારફતે તમામ ગામોના તળાવો ભરવા માંગણી કરી હતી. દરમિયાન રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીએ બુધવારે ધારાસભ્યની દરખાસ્તને સૈધાંતિક મંજુરી આપતાં લાંબા સમયની માંગણી સંતોષાવા પામી છે. આ અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પ્રાથમિક તબક્કે આ યોજના માટે ૧૩૦૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે અને વિસ્તારનો સર્વે કરી ટેન્ડર વગેરેની પ્રક્રિયા પુરી કરવા આદેશ કરવામાં આવ્યો હોઇ ટુંક સમયમાં પાઇપ લાઇન નાંખવાનું કામ શરૂ કરવામાં આવશે અને યોજના કાર્યાન્વિત થવાથી વિસ્તારને જળસ્ત્રાવનો લાભ મળશે અને બોર-કૂવામાં પાણીનું સ્તર વધવાથી ખેડુતોને સિંચાઇનો સીધો નહીં તો આડકતરો ખૂબ મોટો ફાયદો થશે.

પાઇપ લાઇન દ્વારા ૪૪ ગામના તળાવો ભરાશે યોજનામાં સમાવેશ કરાયેલા સતલાસસણા તાલુકાના સતલાસણા, સંતોલા, સમરાપુર, વજાપુર, નેદરડી, ગોઠડા, મુમનવાસ, નાના કોઠાસણા, મોટા કોઠાસણા, શેષપુર, ભાલુસણા, ભાટવાસ, નાનીભાલુ, મોટીભાલુ, ઉમરેચા, સેમોર, ઉમરી, વાંસડા, કુબડા, સરદારપુર, સુદાસણા, રીંછડા, ખીલોડ, જશપુર, કેશરપુરા અને ખેરાલુ તાલુકાના વરેઠા, ડાલીસણા, ડાવોલ, ડભાડ, ચાણસોલ, મહિયલ, મહેકુબપુરા, સાકરી, મંદ્રોપુર, સુવરીયા, બળાદ, મલેકપુર, ફતેપુરા, સંતોકપુરા, વિઠોડા, પાન્છા, હાથીપુરા, વાવડી અને લુણવાના તળાવો ભરાશે.

કોંગ્રેસ ના પ્રદેશ ડેલીગેટ બાબુજી ઠાકોર અને પ્રમુખ વિનુભાઇ ચૌધરી એ પણ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય અજમલજી ઠાકોર ને મળી તળાવમાં પાણી નાખવા મુદે એ રજૂઆત કરી નક્કર પગલા ભરવા કહ્યું ત્યારે ધારાસભ્ય અજમલજી ઠાકોર એ ૪૪તળાવો ભરવા સરકાર દ્વારા ૧૩૦૦લાખ રુ ની સેધધાતિક  મંજૂરી મળી છે ત્યારે પરિપત્ર ની કોંગ્રેસના આગેવાનો એ માંગ કરી હતી જો પરિપત્ર મળશે  તો વિનુભાઈ ચૌધરી એ અભિનંદન આપતો શુભેચ્છા સંદેશ હું ફેશબુક ઉપર મુકીશ તેવું કહ્યું ખાનગી ટીવી ચેનલ ની ડીબેટ માં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ અને ભાજપ ના હોદ્દેદારો એ અરસ પરસ વાતો આક્ષેપ સાથે પોતાની રજુઆત કરી હતી ડાવોલ ડાલીસણા અને વરેઠા સહિત ના ગામો ના લોકો જે પાણી માટે ચુંટણી બહિષ્કાર કર્યો છે તે ટીમ પણ આવી પહોંચ્યા હતા અને રજુઆત કરી હતી – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: