શિશુમંદિર ખેરાલુ દ્વારા પોટલી ભોજનનો કાર્યક્રમ યોજાયો

શ્રી સરસ્વતી શિશુમંદિર  પ્રાથમિક શાળા ખેરાલુમાં શિશુવાટિકા ના બાળકોને પોટલી ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ બાળકોમાં સમુહભાવના કેળવાય બાળકોનો એકબીજા માટે પરસ્પર ભાઈચારો જળવાય.આ પોટલી ભોજનમાં  બાળકોએ કુદરતી  ઘરેથી બનાવેલો તાજો અને પૌષ્ટિક આહાર કુદરતી અને ખેરાલુ મુકામે આવેલા બગીચામાં  નૈસર્ગીક વાતાવરણમાં આનંદ માણ્યો હતો

સાથે તેઓએ રમતગમત સાથે કિલ્લોલ કરી ખૂબ જ મોજ અને મસ્તી સાથે આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન સુંદર રીતે  શિશુવાટિકા ના પ્રધાનાચાર્ય શ્રીમતી અરૂણાબેન  પંડ્યા  અને આચાર્ય શ્રીમતી  હંસાબેન લીંબાચિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં 35 જેટલા બાળકો જોડાઈ આનંદ માણ્યો હતો.આ સુંદર આયોજનની પવૃત્તિ માટે સંસ્થાના પ્રમુખ ડો.હર્ષદભાઈ વૈદ્ય તથા સેક્રેટરી જસમીનભાઈ દેવીએ આ પવૃત્તિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળકોના વાલીઓનો સંપૂર્ણ સહયોગ રહયો હતો.રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: