ખેરાલુ તાલુકા પંચાયત કચેરી હોલમાં વી એમ પ્રજાપતિ  પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેસાણા ની અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ

ખેરાલુ ટીડીઓ એ એમ પંડ્યા સહિત પ્રોજેક્ટ ડાયરેક્ટર ની સાથે આવેલા મેઘાબેન સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા ખેરાલુ તાલુકાના નવ ગામના સરપંચ સહિત તલાટી ઓ ને ખાસ બોલાવવામાં આવ્યા હતા મેઘાબેન દ્વારા ભારત સરકારશ્રી તરફથી  વોટરશેડ યોજના હેઠળ ની કામગીરી ની માહિતી આપી હતી

પ્રોજેક્ટ ડાયરેક્ટર વી એમ પ્રજાપતિ એ વોટરશેડ યોજના હેઠળ ની કામગીરી માટેની પુણૅ સમજ  આપી જે અનુસાર ખેરાલુ તાલુકાના નવ ગામ જેવાકે ડભાડ  નાનીવાડા ગાજીપુર  થાગણા ચાણસોલ  દેલવાડા મોટી હિરવાણી મંદરોપુર નંદાલી જેવા ગામોમાં ચેક ડેમ ટપક સિંચાઇ પદ્ધતિ સહિત અનેકવિધ કામો  કાર્યક્રમો થકી મળશે ખેડૂતો એ એક પણ રૂપિયો ખચૅવાનો નથી ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો માટે આને લોકો માટે આ કામ થનાર છે આજે આ પ્રોજેક્ટ ની શરૂઆત ની આ પ્રથમ મીટીંગ હોવાનું ટીડીઓ એ એમ પંડ્યા એ જણાવ્યું હતું.રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: