આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણીમા અર્બુદા સેના ના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરી ની ટીમની સરાહનીય કામગીરી

અર્બુદા સેના ગુજરાત દ્વારા અદભુત રક્તદાન : ૨૭૮૫ બોટલ રક્ત એકત્ર થયું અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરી એ પણ રક્તદાન કર્યું અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કર્યો

બીલીપત્ર, રુદ્રાક્ષ, લીમડા સહિત ૧૧ હજાર વૃક્ષના રોપા ની વાવણી કરવામાં આવી.

અર્બુદા સેના ગુજરાત પ્રદેશ દ્વારા 76 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે રાજ્યના ૧૭ સ્થળે ધ્વજવંદન, વૃક્ષારોપણ અને વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૫ મી ઓગસ્ટ દીને સવારે ગાંધીનગર જિલ્લાના ચરાડા ખાતે શ્રી વિપુલભાઈ ચૌધરી એ વૃક્ષારોપણ કરી ગ્રામજનો અને યુવાનોને વધુમાં વધુ વૃક્ષો વાવી પ્રકૃતિનું જતન કરવા તેમજ પ્રકૃતિનું રક્ષણ કરવા જણાવ્યું હતું. તેમણે રક્તદાન કરીને વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને રક્તદાન કરવા પ્રોસાહિત કર્યા હતા.

રાજ્યના ૧૭ સ્થળે યોજાયેલા બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૨૭૮૫ બોટલો રક્ત એકત્ર કરાયું ઉપરાંત ૧૧ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. શ્રી વિપુલભાઇ ચૌધરી કહ્યું હતું કે, ૧૭ સ્થળે અર્બુદા સેનાના સભ્યોએ સ્વાતંત્ર્ય દીને જે સેવાકીય કામગીરી કરી છે તે ખુબ જ સરહનીય છે. આમ જ અર્બુદા સેના સમાજ ઉપયોગી સેવાકાર્ય કરી સમાજ ને મદદ રૂપ થશે. આવા કાર્ય થકી આંજણા સમાજ સંગઠિત થશે તેવું ખેરાલુ ના અગ્રણી પુવૅ દુધ સાગર ડેરીના વાઇસ ચેરમેન મોઘજીભાઇ ચોધરી પટેલ અને વિક્રમભાઇ ચોધરી જોડીયા ખેરાલુ એ જણાવ્યું હતું – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: