વ.ન.માળી.શિવનગર પ્રા.શાળાના શિક્ષકનું સન્માન

૭૬માં સ્વાતંત્ર્ય પર્વના દિવસે શ્રી તરાલ સાહેબ- મામલતદાર ડીસાના અધ્યક્ષ સ્થાને ડીસા તાલુકા કક્ષાના ધ્વજવંદન અને આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી ભગવતી વિદ્યામંદિર રસાણા મોટા ખાતે કરવામાં આવી. તેમાં શ્રી ટી.ડી.ઓ સાહેબ ડીસા, માજી ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈસાહેબ, બી.આર.સી. કો-ઓર્ડીનેટર ભરતભાઈ ગુર્જર સાહેબ, ગોપાલભાઈ તથા અન્ય તાલુકા કક્ષાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય વર્ષ ૨૦૨૨/૨૩ ના પ્રથમ સત્ર દરમિયાન સમગ્ર ક્લસ્ટરના ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો અને શિક્ષણમાં ગુણવત્તા અને સામાજિક ક્ષેત્રે આ બધા કાર્યમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપવા બદલ ચિ.હં.દોશી ક્લસ્ટરના વ.ન.માળી પ્રા.શાળા શિવનગર ડીસાના શિક્ષક શ્રી દિલાવરહુસેન એમ.મેમણ નું પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું. આ તબક્કે તાલુકા કક્ષાના મહાનુભાવોનો ત્યારબાદ સી.આર.સી. વિજયભાઈ સાહેબ અને આચાર્ય ગીતાબેન પટેલ અને શાળા પરિવાર તથા ક્લસ્ટર પરિવારનો અને વડીલો,મિત્રો,સ્વજનો અને સમાજના જીમ્મેદારોનો દિલાવરહુસેને આભાર વ્યક્ત કર્યો હતો – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: