ખેરાલુ સતલાસણા અને વડનગર તાલુકા કોંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરોની મીટીંગ આલ્ફા હોટલમાં યોજાઈ

ખેરાલુ નજીક આવેલ આલ્ફા હોટલમાં કોંગ્રેસના પ્રદેશ ડેલીગેટ બાબુજી ઠાકોર નાગરિક બેંક ચેરમેન મુકેશ દેસાઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ અગ્રણી મોહબતસિહ ચૌહાણ મોમીન દાદાવાલા તૈમજ મહેન્દ્રસિંહ ઠાકોર વડનગર અબ્દુલભાઇ મોમીન ખાનાભાઇ પરમાર અશ્રવિન ભાઇ બારોટ જગતસિંહ ડાભી રમેશજી ઠાકોર સહિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ ચૌધરી સતલાસણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રોહિત દવે વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદજી ડાભી સહિત ડેલીગેટ નુરભાઇ મોમીન ડેલીગેટ રણજીતસિંહ નંદાલી ઉદાજી ઠાકોર પ્રભારી વિજય ડી દેશાઇ પ્રહલાદજી ઠાકોર કુડા અભેરાજભાઇ ચૌધરી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા

વિનુભાઈ ચૌધરી એ મીટીંગ ની શરૂઆત કરતા સૌ પ્રથમ પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસની હાર થઈ તે અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેનાથી ગભરાવાની જરૂર નથી તેમ કહ્યું એક સમય એવો હતો સમગ્ર દેશમાં ભાજપની બે સીટ હતી અને કોંગ્રેસ સત્તામાં રહી આજે એમનો સમય છે ગુજરાત માં ટુંક સમયમાં ચુંટણી આવી રહી હોઈ તૈયાર થવા કહ્યું ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં જેમને ચુંટણી લડવી હોય તે જાતે નામ જાહેર કરે અને સદશયતા નોંધણી ઝુંબેશ વેગવંતી કરાવવી બે મુદ્દા નો કાર્યક્રમ મીટીંગ ઉદ્દેશ જાહેર કરવામાં આવ્યો હતો કોંગ્રેસ ના હોદ્દેદારો અંદરોઅંદર હાલના કારણો અને ઉપાયો રજુ કરતા દેખાયા
કોંગ્રેસ ના ખેરાલુ વિધાનસભા ચૂંટણી માટે (૧ ) મુકેશ દેશાઇ (૨) વિનુભાઈ ચૌધરી(૩) જીતેન્દ્ર સિંહ જે પરમાર (૪) કુલદિપ ચૌહાણ (૫) વકીલ ડભોડાવાળા (૬) જગતસિંહ ડાભી (૭) અમરસિંહ ડાભી (૮) રમેશજી ઠાકોર સહિત અન્ય બે મળી આંકડો હાલતો બેકી સંખ્યા માં દાવેદારી નોંધાવી હતી બાબુજી ઠાકોર લીમડી વાળા આ વખતે ચુંટણી મેદાનમાં ન હોઈ ઉમેદવારો તૈયાર થયા છે તેવું કાર્યકરો માં ચર્ચાતું હતું ત્રણેય તાલુકા કોંગ્રેસ ના કાર્યકરો ચા નાસ્તો કરી મીઠી વાતો કરો છુટા પડ્યા હતા – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ