ખેરાલુ મહિલા સુરક્ષાના ના તાલુકા પ્રમુખ જશીબેન દરજીએ એક મહિલા ને અપાવ્યો ન્યાય

ખેરાલુ તાલુકા ના ડભાડ ગામના રસીદાબેન સીનધી ના લગ્ન ઈકબાલ ગઢના સમીર સીનધી સાથે થયા હતા તેમના લગ્ન સમયમાં બે બાળકોને તેઓએ જન્મ આપ્યો હતો રસીદાબેન નો સંસાર ચાલતો હતો ત્યાં અન્ય સ્ત્રી એ સમીરખાન ના જીવન માં એન્ટ્રી થતાં અહીં તકલીફ પડી અને મારઝુડ કરી સમીરખાને કાઢી મુકી જેની વીગતો મહિલા સુરક્ષા અધિકારીઓ સમક્ષ પહોંચતા ખેરાલુ તાલુકા પ્રમુખ જશીબેન મહેન્દ્ર ભાઇ દરજીએ તાકીદે ખેરાલુ પી આઇ એ યુ રોઝ સમક્ષ પોલિશ મથકમાં રજુઆત કરતા અને બંન્ને ને બોલાવી સમજાવતા પતિએ પોતાના બંન્ને બાળકો ને તેમની માતા રસીદાબેન ને સોંપી માસિક ૩૦૦૦/૦૦રૂ લેખે ભરણ પોષણ આપવા સંમત થયા અને બે મહિના ના ૬૦૦૦/૦૦રૂ રોકડા જશીબેન દરજી સમક્ષ આપ્યા હતા ખેરાલુ પી આઇ એ યુ દરજી એ પણ ખખડાવી ઝગડા ન કરી ભરણપોષણ ની રકમ સમયસર આપવા સુચના આપી હતી – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ
