પત્રકાર એકતા સંગઠન નું ભરૂચ જિલ્લા ની મિટિંગ માહિતી ખાતા નાં હોલમાં મળી ઝોન ૩ સહિત બે તાલુકા સમિતિની રચના ખૂબ મોટી સંખ્યામાં વરિષ્ઠ પત્રકારો ની હાજરી..

ગુજરાત – ભરૂચ – તારીખ – ૦૭/૦૧/૨૦૨૨ શુક્રવાર – ભરૂચ જિલ્લામાં પત્રકાર એકતા સંગઠન નું મજબૂત સંગઠન થતાં પ્રદેશ પ્રમુખ ખુશ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ નું જિલ્લા તાલુકા નાં હોદ્દેદારો એ કર્યું ભવ્ય સ્વાગત. ભરૂચ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ ભરૂચ નાં માહિતી ખાતા નાં હોલ ખાતે યોજાઇ હતી. આજની મીટીંગ માં દીપ પ્રાગટ્ય મહિલા પત્રકારો નાં વરદ હસ્તે કરી, સ્વાગત અશોકભાઈ રાવલે કર્યું હતું પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે લાભુભાઈ કાત્રોડીયા ની ફરી નિમણુક બાદ આ બીજી મીટીંગ હોવાથી ભરૂચ જિલ્લા અને તાલુકાના તમામ પત્રકારો એ પ્રદેશ અધ્યક્ષ નું પુષ્પ ગુચ્છ, ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કર્યા બાદ મીટીંગ માં ઉપસ્થિત પત્રકારો નો પરિચય અને ચર્ચા યોજાઈ હતી.

ભરૂચ જિલ્લા નાં અધ્યક્ષ શ્રી નાં આયોજન અને માર્ગદર્શન થી પ્રમુખ ની નિમણુક સમયે એક સૂરે,સર્વાનુમતે ફરી લાભુભાઈ કાત્રોડીયા ને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા બાદ ની આ ભરૂચ જિલ્લા ની બીજી મીટીંગ યોજાઇ હતી.નવ નિયુક્તિ પત્રકાર એકતા સંગઠન નાં હોદ્દેદારો ને,ફૂલહાર કરી સન્માન કર્યું હતું તાલુકા સંગઠન નાં મુખ્ય હોદ્દેદારો, પ્રમુખો ની નિયુક્તિ,નિયુક્તિ પત્ર અને સન્માન કરવામાં આવ્યું હતું..

ભરૂચ ખાતે ની મીટીંગ માં ઝોન ૩ ની પૂર્તતા કરવામાં આવી હતી..ઝોન 3 માં ભરૂચ જિલ્લા માંથી ફિરોઝ દીવાન,ને ઝોન કોર્ડીનેટર  ની નિમણુક કરતા સન્માન કરી હતી..આ મિટિંગમાં ખાસ પત્રકારત્વ માં રસ ધરાવતા એડવોકેટ શ્રી. એ.બી.સિપાઈ. ને લીગલ સેલ માં નિમણુક આપી હતી તેમજ   પ્રદેશ કારોબારી માટે સમિમ બેન પટેલ તેમજ જાવિદ મલેક ને સર્વાનુમતે વધાવી સન્માનિત કર્યા હતા. ભરૂચ પ્રભારી તરીકે ખૂબ મહેનતુ એવા ધર્મેશભાઈ મિસ્ત્રી ને સન્માનિત કરી શ્રેષ્ઠ કામગીરી ને બિરદાવી હતી..

સંગઠન ની રચના અને પ્રદેશ ટીમ ની મહેમાનગતિ યાદગાર બની રહી હતી.પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ તમામ નિયુક્તિ ને આવકારી શુભેચ્છા પાઠવી હતી..ખૂબ સંપ અને સંગઠિત સંખ્યા જ સાચા સંગઠન નું નિર્માણ કરી શકે..સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું..અને તમામ નિયુક્ત હોદ્દેદારો ઉપસ્થિત પત્રકારો નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આજની મિટિંગમાં પ્રદેશ પ્રમુખ સાથે શ્રી ગીર વાન સિહ સરવૈયા,પૂર્વ ઉપપ્રમુખ પ્રદેશ કારોબારી તેમજ આર બી રાઠોડ પૂર્વ મહામંત્રી પ્રદેશ કારોબારી , તેમજ નીતિન ઘેલાણી, સુરત પ્રમુખ શ્રી સતીશ કુંભાણી, હકીમ વાણા, જનક ભાઈ દલાલ, સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા..આ મીટીંગ ને સફળ બનાવવા સહ પ્રભારી શ્રી મનીષ રાણા તેમજ ભરૂચ તાલુકા પ્રમુખ શ્રી મનોજ ખંભાતા,હસોટ તાલુકા પ્રમુખ શ્રી અશોક રાવલ,વાલિયા તાલુકા પ્રમુખ શ્રી વિક્રમસિંહ દેશમુખ, વાગરા તાલુકા પ્રમુખ શ્રી નઈમ દીવાન,આમોદ તાલુકા નાં નવ નિયુક્ત પ્રમુખ શ્રી જકવાન ઝાલ,ઉપપ્રમુખ શ્રી પ્રશાંત પરમાર,ની નિયુક્તિ કરી શુભેચ્છા પાઠવી હતી જિલ્લા સંગઠન નાં વિનોદ જાદવ,અસ્લમ ભાઈ ખેરાણી, નેત્રંગ થી ઇકરામ શેખ,અતુલ પટેલ,પિરુભાઈ મિસ્ત્રી, ભાવસિંહ ગોહિલ, અનીશા પેઈન્ટર,ઇકબાલ મન્સૂરી, ભરતસિંહ રાજ સહિત નાં ઓ એ ખાસ જહેમત ઉઠાવી હતી. લાભુભાઈ કાત્રોડીયા. રીપોર્ટ ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: