ખેરાલુ એપીએમસીમાં ભાજપ ની મંડલ બેઠક ભીખાલાલ ચાચરીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ

ખેરાલુ એપીએમસીમાં તા ભાજપ પ્રમુખ પરથીભાઇ ચૌધરી નિવૃત્ત ડીવાયએસપી એમ ડી ચૌધરી અગ્રણી ભગુભાઇ ચૌધરી વઘવાડી દિનેશભાઈ ચૌધરી હિરવાણી ભુપતજી ઠાકોર ડભોડા જશુભાઈ ચૌધરી હિરવાણી સહિત મહામંત્રી ભરતજી ઠાકોર અને દસરથભાઇ પ્રજાપતિ મહેશભાઈ ચૌધરી મહિલા મોરચાના મહામંત્રી મુન્ની બેન પ્રજાપતિ કારોબારી તાલુકા પંચાયત ચેરમેન સેધાજી ઠાકોર સહિત ના લોકો હાજર રહ્યા હતા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના પ્રોગ્રામ માં લોકો અને આગેવાનો ને હાજર રાખવા અને વ્યવસ્થા જાળવવા સારૂ મીટીંગ યોજાઈ હતી જેમાં પરથીભાઇ ચૌધરી એ મીટીંગની શરૂઆત કરી હતી જેમાં ભીખાલાલ ચાચરીયા અને એમ ડી ચૌધરી એ માગૅદશૅન આપ્યું હતું જેમાં ખેરાલુ તાલુકા માં થી ૨૦૦થી વધુ લોકો હાજર રહેશે તેમ પરથીભાઇ ચૌધરી એ જણાવ્યું હતું

આજરોજ ખેરાલુ એપી. એમ.સી.ખાતે કલાક ૧૦:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન ખેરાલુ સંગઠન ભાજપના પ્રમુખ પરથીભાઇ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને કારોબારી મીટીંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં ભીખાલાલ ચાચરીયા apmc પૂર્વ ચેરમેન તથા જિલ્લા તેમજ તાલુકા ના સદસ્ય તેમજ તમામ મોરચા ઓના પ્રમુખ મહામંત્રી સહિત ૨૭ જેટલી સંખ્યા હાજર રહેલ અને આવતી કાલ વડાપ્રધાન શ્રી ના કાર્યક્રમ ના આયોજન બાબતે ચર્ચા કરેલ – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ