ખેરાલુ તાલુકા પંચાયત નું બજેટ હેમખેમ થયું મજુર ભાજપની આબરૂ સચવાઈ કારોબારી ખંડિત થતાં બચી કોંગ્રેસ પણ રહી સાથે

ખેરાલુ તાલુકા પંચાયત ના પ્રમુખ અસ્મિતા બેન જશુભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કારોબારી સમિતી ચેરમેન સેધાજી ઠાકોર સહિતના ન્યાય સમિતિ ચેરમેન અને ભાજપ અને કોંગ્રેસ પક્ષના તમામ ડેલીગેટો રહ્યા હાજર મહિલા ડેલીગેટો ના પતિદેવો એપણ બેઠકમાં ચચૉ માં ભાગ લીધો હતો ભાજપ દ્વારા વહીપ આપવામાં આવ્યું હતું આ સમયે પ્રમુખ પરથીભાઇ ચૌધરી અને મહામંત્રી ભરતજી ઠાકોર અને દસરથભાઇ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા

ખેરાલુ તાલુકા પંચાયત ના ટીડીઓ એ એમ પંડ્યા એ પ્રમુખ અસ્મિતા બેન જશુભાઈ ચૌધરી ની સુચના મુજબ બજેટ રજૂ કર્યું હતું ત્યારબાદ મુકેશ દેસાઈ એ બજેટ પત્રિકા માં ૭૨ કરોડ થી વધુ રકમ શામાં વપરાય છે તે પુછતા એકાઉન્ટ દ્વારા શિક્ષણકાર્ય વિભાગના ૪૦કરોડ ની રકમ ની ચચૉ કરી તેમજ ૨૦૨૨/૨૩ની બજેટ પત્રિકા માં નવીન પ્રમુખ સહિત સભ્યોના નામો ની જગ્યાએ જુના પ્રમુખ અને સભ્યો ના નામો કેમ લખ્યા તેમ પુછતા પંચાયત પાસે સ્વભંડોળની અછત હોઈ ઝેરોક્ષ કાઢી રૂબરૂ સભ્યો ને આપ્યા નો જવાબ આપતા ટીડીઓ એ એમ પંડ્યા એ બાજી સંભાળી ને સમય ઓછો મળતાં ઉતાવળ માં ભુલ થઈ ગઈ છે જ્યારે વસુબેન ભુપતજી ઠાકોર ડભોડા ડેલીગેટ એ પોતાનું રાજીનામું અગાઉ ના દુરસ્ત તબીયત ને લીધે આપેલ હવે તેઓ જાતે મીટીંગ માં આવશે તેવો પત્ર લખીને આપેલ છે જશુભાઈ ચૌધરી એ વાંચી સંભળાવી ને કારોબારી સમિતી માં ફરીથી આવકારીને આભાર માન્યો હતો

ટીડીઓ સમક્ષ મુકેશ દેસાઈ એ પાણી જે ચીમનાબાઇ સરોવર માં બંધ થયું તે ચાલુ કરવા અને પંચાયત નું જજૅરિત બિલ્ડીંગ નવૂ બનાવવા માટે કમીટી બનાવવા કહેતા ઉપપ્રમુખ બાબુજી ઠાકોર એ પણ સંમતિ આપી હતી જ્યારે મીટીંગ માં બોલાવ્યા હતા તે પૈકી ડેપોના મેનેજર કે પી ચૌહાણ અને એ ટી આઈ ચૌધરી આવી પહોંચ્યા પણ કોઈ મુદા નહતા ડેપોના મેનેજર એ એસટી નો મુસાફરો માટેના લાભો સમજાવ્યા હતા જ્યારે આઇસક્રીમ ખાઇ મીટીંગ પુણૅ કરાઇ હતી – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ