વકફ મિલ્કતનું ભાડું વધારવા અથવા કબજો પરત સોંપવાની તકરારમાં સિદ્ધપુર ઈદગાહ ટ્રસ્ટના ૨૦ ભાડુંવાતો ને વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગરની નોટીસ

સુન્ની મુસ્લિમ ઈદગાહ મસ્જિદ વકફ ટ્રસ્ટના કારોબારી અધિકારી ઉમરદરાઝ ચશ્માવાલા દ્વારા ઈદગાહ ટ્રસ્ટની માલિકીની વકફ મિલ્કતોના ભાડા વકફ લીઝ રૂલ્સ ૨૦૧૪ મુજબ ચુકવવા ભાડુંવાતો ને નોટીસ આપી ભાડા વધારવા અને વકફ ના કાયદા મુજબ નવા ભાડાકરાર કરવા જણાવેલ જેની સામે ૨૪ જેટલા ભાડુંવાતો તરફથી ભાડા વધારવા સારું સંમત થઈ સમાધાનકારી વલણ અપનાવી ભાડા વધારી વકફ ના કાયદા મુજબ નવા ભાડા કરાર કરી લીધેલ. જ્યારે ૨૦ ભાડુંવાતો દ્વારા ભાડા વધારવા સંમત નહીં થતાં સિદ્ધપુર ઈદગાહ ટ્રસ્ટના કારોબારી અધિકારી દ્વારા ૨૦ ભાડુંવાતો વિરુદ્ધ નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ સમક્ષ ભાડા વધારવા અથવા વકફ મિલ્કત નો કબજો પરત મેળવવા દાવા દાખલ કરવામાં આવતા નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા સિદ્ધપુર ઈદગાહ ટ્રસ્ટના ભાડુંવાતો અબ્દુલસમદ માણસીયા, સાજીદ મેમણ, મૂજીબબુર રહેમાન મોલવી, આબીદ મોમીન, સલીમ માકણોજયા, ઈલયાસ મનસૂરી, અકબર અલી પલસાણીયા, કરમસિંહ રબારી, આત્મારામ પટેલ, રંજન બેન પટેલ, ચેલા ભાઈ ટી કંપની,  ચેલા ભાઈ એંડ સન્સ, જુલ્ફીકાર માકણોજયા અને કરીમ માકણોજયા વિરુદ્ધ નોટીસ કાઢી આગામી તારીખ ૧૧/૪/૨૦૨૨ નારોજ નામદાર કોર્ટ સમક્ષ હાજર થવા જણાવેલ છે.


ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર ઈદગાહ ટ્રસ્ટના હાલમાં ૯૪ ભાડુંવાતો છે જૂના ભાડા ની રકમ મુજબ ટ્રસ્ટની ભાડાની માસિક આવક રૂપિયા ૨૧૦૦૦ જેટલી થાય છે. જ્યારે અમુક ભાડુંવાતોના ભાડા વધાર્યા પછી હાલમાં ૨૪ ભાડુંવાતોના નવા ભાડાની રકમ પ્રમાણે ઈદગાહ ટ્રસ્ટની ભાડાની માસિક આવક રૂપિયા ૨૯૮૦૦ થયેલ છે જ્યારે ૭૦ જેટલા ભાડુંવાતોના ભાડા વધારવાના હજી બાકી છે જેમાંથી આ ૨૦ ભાડુંવાતો વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરવામાં આવેલ છે. જ્યારે બીજા ભાડુંવાતોને તાજેતરમાં જ નોટિસો આપેલ હોઈ તેમના ભાડા વધારવા અંગેની કામગીરી હાલમાં બાકી છે. જો પ્રેમપૂર્વક ભાડા વધી જાય તો ઠીક નહી તો બાકીના ભાડુંવાતો વિરુદ્ધ પણ કોર્ટ રાહે પગલા લેવામાં આવશે તેવું સુન્ની મુસ્લિમ ઈદગાહ મસ્જિદ વકફ ટ્રસ્ટના કારોબારી અધિકારી ઉમરદરાઝ ચશ્માવાલા દ્વારા અખબારીયાદીમાં જણાવેલ છે – રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: