ખેરાલુ શહેર ની શ્રી સરસ્વતી શીશુ મંદિર પ્રાથમિક શાળા ખેરાલુ ખાતે ૨/૩ ને બુધવારે ૪ વાગ્યે સ્નેહ મિલન સમારોહ તથા દિક્ષાંત સમારોહ યોજાયો

નગર શિક્ષણ સમિતી ચેરમેન અને વડીલ પોપટભાઈ બ્રહ્મભટ્ટ ના અધ્યક્ષ સ્થાને પ્રોગ્રામ યોજાયો

નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ નાગરિક સહકારી બેંક ના ચેરમેન મુકેશ દેસાઈ લોક કલ્યાણ ટ્રસ્ટ ના ચેરમેન કિર્તી ભાઇ કંદોઈ સાથે ડૉ હષૅદભાઇ વૈધ અને  વિશેષ ઉપસ્થિત. માનનીય શ્રીમતી  અલકાબેન એચ વૈધ એ સ્ટેજ પર સ્થાન લીધું હતું ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાનાર કાર્યક્રમમાં તેઓ વિધાનસભા ચાલુ હોઈ શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો હતો દીપ પ્રાગટ્ય કરી મહેમાનો એ સ્ટેજ પર સ્થાન લીધું ત્યારબાદ તેમનું સંસ્થા વતી પરિચય અને શાબ્દિક સ્વાગત જશમીન દેવી એ કર્યું હતું બજારના વહેપારી મહામંડળના ઉપપ્રમુખ અને સંસ્થા ના વહીવટ કરતા હષૅદભાઇ શાહે બધાનો સહ વિશેષ પરિચય આપયૌ હતો અને મહેમાનો નું સ્ટેજ પર  બુકે શાલ ઓઢાડી તેમજ મોમેનટ આપી સન્માન કર્યું હતું

શિશુમંદિર ના વહીવટકર્તા તરફથી સંચાલન કરનાર નાથુભાઈ સોની એ પણ બધાને આવકારીને સુંદર સબ્દો થકી સન્માન કર્યું હતું નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ નો પણ સંસ્થા ની સંરક્ષણ દિવાલ બનાવી આપવા આભાર માન્યો હતો હેમંત શુક્લ એ પોતાના પ્રવચનમાં ધારાસભ્ય અજમલજી ઠાકોર નો શુભેચ્છા સંદેશ વાંચ્યો હતો હષૅદભાઇ શાહે સંસ્થા વતી હાલના પ્રમુખ અને કર્તવ્ય નિષ્ઠ એવા  ડૉ હષૅદભાઇ વૈધ નુ ખાસ શાનદાર રીતે કર્યું તૈથી ખુદ સહષૅદભાઇ વૈધ નો પરિવાર પણ આશ્ર્ચર્ય ચકિત થયો હતો 

ડૉ હષૅદભાઇ વૈધ ની અલકા હોસ્પિટલ જે ૧૯૯૪મા માત્ર પાંચ બેડ સાથે ભાડાના મકાનમાં શરૂ થઈ અને આજે ૧૦૫ બેડ સાથે સુપર સપેશિયાલિટ હોસ્પિટલ સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સહિત વિદેશોમાં પણ ખેરાલુ નું નામ અલકા હોસ્પિટલ ની પોતાની તબીબ ક્ષેત્રે મળેલ સન્માન ને યાદ કરી સન્માન કર્યું હતું

જેમાં શિક્ષક ગણ નો કોરોના મહામારી સમયમાં પગારવધારા સાથે પોતાની રકમ આપવા સાથે ગમણુબધુ યોગદાન યાદ કરી તેમને બુકે  શાલ ઓઢાડી તેમજ કોટી પહેરાવી પાઘડી બંધાવી ને ફોટો કોપી આપી તેમજ અલકાબેન વૈધ ને બુકે શાલ ઓઢાડી પાગડી પહેરાવીને ખાસ સન્માન કર્યું હતું નાગરિક બેંક વતી મુકેશ દેસાઈ અને ડીરેકટરો એ સંસ્થા ના બધા આચૉયૉ સહિત વાલી મિત્રો વતી માનસિંગભાઇ ચૌધરી એ શિશુ મંદિર ની બહેનો એ ખાસ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું

પ્રોગ્રામ માં બાલિકા ઓએ પ્રાથૅના સ્વાગત ગીત રજૂ કરતાં લોકો એ વધાવી લીધું હતું પ્રોગ્રામ માં  પોપટભાઈ બ્રહ્મભટ્ટ ચેરમેન  મુકેશ દેશાઇ પ્રમુખ હેમંત શુક્લ સહિત મહેમાનો એ ધારદાર પ્રવચન આપ્યા હતા સંસ્થા ના પ્રમુખ હષૅદભાઇ વૈધ એ તમામ ને સહકાર આપવા અને સંસ્થા હિતમા મદદરૂપ થવા આહવાન કર્યું હતું

તેમજ તેમના કરાયેલ સન્માન નો આભાર માન્યો હતો હષૅદભાઇ વૈધ ના પિતા ડાહ્યા ભાઇ વૈધ આને માતા પણ ગદગદિત જોવા મળ્યા હતા ધોરણ આઠ વા બાળકોને સન્માન ભેર વિદાય આપી હતી રામ રોટી ભવન પટાંગણમાં એક શાનદાર મંડપ નીચે મોટી સંખ્યામાં બહેનો સાથે  વાલીઓએ હાજર રહ્યા હતા કાર્યક્રમ નું સફળ આયોજન નાથુભાઈ સોની જશમીન દેવી હષૅદભાઇ શાહ જયેશભાઈ બારોટ મહેશભાઈ કડીયા આને પ્રધાનચારયૉ ભાર્ગવી બેન વૈધ અને ટીમે કર્યું હતું – રીપોર્ટ ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: