મોરબી બહુજન સમાજ પાર્ટીનું સંગઠન મજબૂત કરવા જિલ્લા અધ્યક્ષ ની મીટીંગો શરૂ

હાલ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ જાહેર થઇ ગયા છે ત્યારે ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રાજકીય નેતાઓની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બહુજન સમાજ પાર્ટીએ પણ મોરબી શહેર જિલ્લામાં ભાજપ કોંગ્રેસ ને ટક્કર મારી સત્તા પ્રાપ્ત કરવા ના પ્રયાસો હાથ ધર્યા હોય તેમ મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ દિલીપ ભાઇ વાઢેર હોદેદારો કાર્યકરો ની નિમણૂક કરી મીટીંગો શરૂ કરી દેતા મોરબી શહેર જિલ્લામાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો ઉનાળાની ઋતુ શરૂ થયા પહેલાં થઈ ગયો છે