8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન

હળવદના સીડીપીઓ તરીકે છેલ્લા ૧૨ વર્ષથી મુખ્ય સેવિકા તરીકે ઉત્સાહપૂર્વક કામગીરી કરતા મમતાબેન રાવલ
8 માર્ચ ના રોજ વિશ્વ મહિલા દિવસ. નારીશક્તિને બળ પૂરું પાડવા અને આજના યુગમાં નારી દરેક ક્ષેત્રે માટે કામ કરી શકેછે.
દેશને સુરક્ષિત અને વિકસિત રાષ્ટ્ર બનાવવા મહિલાઓનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકો ને સરળતાથીમહીલાઓને યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહીલાઓ વિકાસ માટે સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકાર ના મહિલા અને બાળવિકાસ વિભાગ,રાજ્ય મહિલા આયોગ દ્વારા વિવિધ મહીલા લક્ષી યોજનાઓ કાયૅરત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માં ખુબ અગત્ય ની મહીલાઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કર્યા છે.તયારે હળવદના સીડીપીઓ મમતાબેન રાવલ ઉત્સાહ પુર્વક પોતાની સેવા છેલ્લા ૧૨ વષૅ બજાવી રહ્યા છે.હળવદ સીડીએમ ઘટકમાં છેલ્લા ૧૨ વર્ષથી સુપરવાઇઝર તરીકે ઉત્સાહપૂર્વક ફરજ બજાવી રહ્યા છે ઘટકના કુલ ૧૩૫ આંગણવાડી કેન્દ્ર સગૅભામાતા તેમજ ધાત્રી માતા ૧૫ થી ૧૮ વર્ષની કિશોરી તેમજ ઝીરો થી પાંચ વર્ષના તમામ બાળકોને પૂરક પોષણ તેમજ આરોગ્ય ની તમામ સેવા મળે એવા પ્રયત્ન છેલ્લા ૧૨ વર્ષથી ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે કુલ 80 બાળકો કુપોષણ હતા જેને માટે લોકભાગીદારી મેળવી કુપોષિત બાળકોને વિનામૂલ્યે દવા તેમજ સિંગદાણા ની ચીકી સહિતનો બાલભોગ આપવામાં આવેલ તમામ બાળકોને ઉત્સાહપૂર્વક અપગ્રેડ કરવામાં આવેલ અને હળવદ તાલુકામાં છેલ્લા ૧૨ વર્ષથી ઉત્સાહપૂર્વક મહિલાલક્ષી વિવિધ કામગીરી સંભાળી રહ્યા છે
દિવસે દિવસે બહોલો પ્રતિસાદ મળી રહેલ છે મહીલાઓ ની સુરક્ષા અને સશક્તિકરણ ની દિશામાં ઉત્સાહ પુર્વક કામગીરી સંભાળી રહ્યા છે. રીપોર્ટ – મયુર રાવલ હળવદ