જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી માંડવી પોલીસ

મ્હે.આઇ.જી.પી શ્રી જે.આર.મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંગ સાહેબનાઓએ પ્રોહીબીસનની તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય , જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ , ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદશન તથા ઇન્ચાર્જ પો.ઈન્સશ્રી આર.સી.ગોહીલની સુચનાથી પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ . વાલાભાઇ દાનાભાઇ ગોયલ તથા મયુરસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાનાઓને સંયુક્ત રાહે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે જશુબેન બાબુભાઇ સંધારના મકાનના આગણામાં અમુક મહિલાઓ જાહેરમા ગોળ કુંડાળુ કરી ગંજી પાના તીન પતીનો રુપીયાની હારજીતનો જુગાર રમે છે તેવી સચોટ ભરોસા લાયક બાતમી હકીકત જેથી તુરંત મળેલ હકીકતપર વર્કઆઉટ કરી સદર બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા મહીલા આરોપીઓને પકડી પાડી મજકુર વિરૂધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
મહીલા આરોપીઓ ( ૧ ) ચાંદની જીતુભાઇ રાઠોડ ઉ.વ. ૪૦ રહે . આશીર્વાદ નગર , માંડવી કચ્છ ( ૨ ) રીનાબેન રમેશભાઇ મહેતા ઉ.વ. ૪૭ રહે . નવાપુરા તા.માંડવી કચ્છ ( 3 ) જશુબેન ડો / ઓ બાબુભાઇ સંધાર ઉ.વ. ૩૫ રહે . પીપરી તા.માંડવી કચ્છ ( ૪ ) વેલબાઇ કરશન સંધાર ઉ.વ. ૪૧ રહે . પીપરી તા.માંડવી કચ્છ ( ૫ ) રાજબાઇ જગદીશ સંધાર ઉ.વ .૩૫ રહે . પીપરી તા.માંડવી ( ૬ ) ધનબાઇ રમેશ સંધાર ઉ.વ .૫૧ રહે . નાગલપર રોડ ગો શાળાની પાછળ તા.માંડવી
મુદામાલની વિગત રોકડા કિં.રૂ .૭૪,૭૦૦ / – , મોબાઇલ નંગ -૦૩ કિં.રૂ. ૧૫,૦૦૦ / ગંજીપાના નંગ – પર કિં ૦૦ / ૦૦ એમ કુલ્લે કિ .૮૯,૭૦૦ /
ઉપરોક્ત કામગીરીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ આર.સી.ગોહીલ તથા પો.હેડ.કોન્સ.દેવરાજભાઈ ગઢવી તથા પો.હેડ.કોન્સ . વાલાભાઇ દાનાભાઇ પો.હેડ.કોન્સ.મયુરસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ.પૃથ્વીરાજસિહ વાઘેલા તથા પો.કોન્સ દિનેશજી પરથીજી તથા પો.કોન્સ.ભગીરથસિંહ ડાભી પો.કો ભાર્ગવભાઇ તથા મનુજી જગુજી ઠાકોર તથા મ.પો.કો સુરેખાબેન સોમાભાઇ દેસાઇ તથા મ . પો . કો . ભાવનાબેન ગણેશભાઈ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલા હતા .