નવકાર મહામંત્ર ના ૬૮ તીર્થો માં “ઢ” અક્ષર નું આખા વિશ્વ માં માત્ર એક જ તીર્થ આવેલું છે ઢવાણા.

સિદ્ધહસ્તલેખક સુરિમન્ત્ર પ્રભાવક રામચન્દ્રાચાય્ઁ સમુદાય વરીષ્ઠ પૂ.આચાર્યદેવ્ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્ર સુરિસ્વરજી મહરાજા ત્થા હૃદયસ્પશિઁ પ્રવચનકાર શ્રુતરક્ષા સંકલ્પ શિલ્પી પૂ.આચાર્યદેવ્ શ્રીમદ્ વિજય યુગચન્દ્ર સુરિસ્વરજી મહરાજા ની પ્રેરણા થી ઢવાણા તીર્થ મા દેરાસર નું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે અને સાથે ગૌશાળા નું પણ નિર્માણ થઈ રહ્યું છે.

આજ રોજ તા.૧૩/૦૩/૨૦૨૨ ના ઉડતા આદિનાથ દાદા પ્રવચન શ્રુત તીર્થ શંખેશ્વરથી ઢવાણા મુકામે પ્રભુ ને બિરાજમાન કર્યા. રીપોર્ટ – મયુર રાવલ હળવદ