માણાબા ગ્રામ પંચાયત કચેરીએ ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમર્જન્સી ની સેવાઓ થી લોકોને માહિતગાર કરવામા આવ્યા

રાપર તાલુકા ના માણાબા ગ્રામ પંચાયત કચેરીના એક્ટીવ સરપંચ શ્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના કોષાધ્યક્ષ શ્રી અકબરભાઇ એ રાઉમા દ્રારા માણાબા ગ્રામ જનોને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ની ભાજપ સરકાર દ્રારા ઇમર્જન્સી આરોગ્ય પોલીસ અને ફાયર સમયે લોકોને ખુબ આશીર્વાદ રુપ સાબિત થતી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન થી ગામ લોકોને મેડિકલ તપાસ સાધન સામગ્રી વગેરે થી પ્રચાર પ્રસાર કરાવી ગામ લોકોએ જરુરીયાત સમયે વિના સંકોચે સરકાર શ્રી દ્રારા મફત મા આપવા આવતી ચોવિસ કલાક ઇમર્જન્સી સારવાર લેવાની સમજણ આપી માહિતગાર કરવામા આવ્યા હતા

ગામ લોકોએ મેડિકલ સ્ટાફ પાસે બી પી ,ડાયાબીટીસ જેવી બિમારીઓ ની જરુરીયાત મંદ લોકોએ ચકાસણી કરાવી હતી ગામ લોકોને પંચાયત દ્રારા સાઉન્ડ સિસ્ટમ થી પંચાયત કચેરીએ બોલાવી લોકોને આમંત્રિત કર્યા હતા આ સમયે સરપંચ શ્રી અકબરભાઇ હાજીઅલ્લારખાભાઇ રાઉમા, ઉપ સરપંચ જીવરાજ અનાવડીયા, પંચાયત સદસ્ય રમઝુભાઇ રાઉમા માજી ન્યાય સમિતી ચેરમેન ભગાભાઇ વાઘેલા, પટેલ સમાજ આગેવાન કાનજીભાઈ પટેલ, મેઘાભાઇ રાવરીયા,કેશાભાઇ ચોધરી, કરીમભાઇ રાઉમા,અઝહર રાઉમા, અયુબભાઇ રાઉમા, વાલજીભાઇ ચવ્વાણ, વાલાભાઇ ભરવાડ, દેવાભાઇ ભરવાડ,આદમભાઇ મિરાણી,લાલમહંમદ મિરાણી,હાસમભાઇ લાખાણી વગેરે ઉપસ્થિત રયા હતા મોટી સંખ્યામા ગામ લોકો ઉપસ્થિત રહેલ જેમને ગામના એક્ટીવ સરપંચ શ્રી અકબરભાઇ રાઉમા એ આવકાર આપી ૧૦૮ એમ્બ્યુલન્સ ની સુવિધાઓ થી વાકેફ કરી કાર્યક્રમ બાદ ઉપસ્થિત રહેવા બદલ એમ્બ્યુલન્સ સ્ટાફ અને ગામ લોકોનો આભાર વ્યક્ત કરવા આવેલ – રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: