રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી

રાપર આજે દેવો ના દેવ એટલે મહાદેવ નો પર્વ એટલે મહાશિવરાત્રી આજે મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ શિવાલયો મા ભવ્ય આયોજન કરવામાં આવે છે અને દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે પૂર્વ કચ્છ નો રાપર તાલુકો એ વિરાટ નગર પાંડવ કાલીન મા કહેવાય છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે

ત્યારે આજે મહાશિવરાત્રી નિમિત્તે રાપર શહેરમાં આવેલા રામેશ્વર કલ્યાણેશ્ચર નાગેશ્ચર જાગેશ્ચર દુધેશ્ચર અંકલેશ્વર રતનેશ્ચર સહિત ના શિવાલયોમાં લોકો ઉમટી પડ્યા હતા અને શિવ અને શક્તિ ની ભક્તિ કરી હતી તો ઝર ટપકેશ્ચર વિથરોયેશ્ચર પાતાળેશ્ચર નાગતર નિલાગર બિલેશ્ચર સહિત ના પૌરાણિક મંદિર ખાતે લોકો ઉમટી પડ્યા હતા અને શિવાલયોમાં મહાશિવરાત્રિ ની ઉજવણી નિમિત્તે ભક્તિ કરી હતી રાપર શહેરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

આજે મહાશિવરાત્રી નિમિત્તે રાપર શહેર ના શિવાલયો ખાતે નગર ના આગેવાનો ઉમેશ સોની ભિખુભા સોઢા મેહુલ જોશી હઠુભા સોઢા લાલજી કારોત્રા રમેશ સિયારીયા મુળજીભાઈ પરમાર નિલેશ માલી સુરેશ ભાઈ સોલંકી મનસુખ ભાઈ ઠકકર મેહુલ ઠકકર કિશન મેરીયા તેમજ મહિલા આગેવાનો લક્ષ્મી બેન ગૌસ્વામી નર્મદા બેન સોલંકી નાગેશ્ચર મિત્ર મંડળ ના ખીમજીભાઈ માળી ગણેશ પટેલ કાંતિ ભાઈ માલી મનુભાઈ રાજગોર વિનોદ માળી નરેશ માળી કિર્તી દરજી પ્રકાશ દરજી ગિરીરાજસિંહ વાઘેલા તેમજ દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ દિનેશગીરી ગોસ્વામી મહેન્દ્ર ગોસ્વામી તેમજ યુવક મંડળ ના કિશોરગીરી ગોસ્વામી વિપુલગિરી ગોસ્વામી અજય ગીરી ગોસ્વામી સહિત કાંતીગીરી કિર્તી ગિરી ધનસુખગિરી ચમનગિરી. હેમગીરી વિનોદ ગિરી છગનગિરી સહિતના ગોસ્વામી સમાજ અને ગોસ્વામી યુવક મંડળ ના હોદેદારો અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સમસ્ત હિન્દુ ધર્મ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા

રાપર શહેરમાં ભવ્ય શોભાયાત્રા ભોળા નાથ ની નિકળી હતી આમ આજે મહાશિવરાત્રી નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યા

Leave a Reply

Your email address will not be published.

error: