ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળ – કપટથી મેળવેલ મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકવવા તેમજ થયેલ ઘરફોડ / વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. , ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ માંડવી તાલુકાના ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન ગઢશીશાથી મઉ ગામ જતા ત્રણ રસ્તા પર વાહન ચેકીંગમાં હતા . તે દરમ્યાન એક ઇસમ શંકાસ્પદ મો.સા. સાથે આવતા મજકુર ઇસમને રોકી તેનુ નામ – ઠામ પુછતા પોતાનુ નામ ગોપાલ ભીમજીભાઇ મહેશ્વરી ઉ.વ. ૨૯ ધંધો . ડ્રાઇવીંગ રહે . મોટી – મઉ તા.માંડવી વાળો હોવાનુ જણાવેલ તેમજ મજકુર ઇસમના કબ્જાની મોટર સાયકલ જોતા જે મો.સા.ના આગળ – પાછળના ભાગે જોતા રજી.નંબર લખેલ ના હોઇ જેથી , આ મો.સા.ના આધાર – પુરાવાની માંગણી કરતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ , જેથી , મજકુર ઇસમે સદર મો.સા. ચોરી કે છળ કપટ થી મેળવેલ હોઇ સદર મોટર સાયકલ સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી કલમ – ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી આગળની યોગ્ય તપાસ અર્થે ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે .  

કબ્જે કરેલ મુદ્દામાલઃ- ( મોટર સાઇકલ કી.રૂા . ૧૫,૦૦૦ / – ) રજીસ્ટર નંબર : – GJ -12 – BQ – 4900 ચેચીસ નંબર : – MBLHA11EMC9810195 એન્જીન નંબર : HA11ECC9H01259 

પકડાયેલ ઇમસઃ ગોપાલ ભીમજીભાઇ મહેશ્વરી ઉ.વ. રહે . મોટી – મઉ તા.માંડવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: