જુગારનો ગણનાપત્ર કેશ શોધી કાઢતી એલ.સી.બી.ગાંધીધામ તથા અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા જે.આર.મોથાલીયા તથા પૂર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સા. પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા ઈ.નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઈન્સપેક્ટર એમ.એમ.જાડેજા એલ.સી.બી.ગાંધીધામ તથા ઈ.પોલીસ ઇન્સપેક્ટર સી.ટી.દેસાઈ અંજાર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ બાતમી હકીકત મળેલ કે નાનીનાગલપર સીમમા આવેલ પરસોત્તમ ટાંકની વાડીની બાજુમાં આવેલ મેદાનની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાં અમુક ઇસમો ગંજીપાણા વડે રૂપીયાની હાર – જીતનો જુગાર રમી રમાડે છે જેથી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નિચે જણાવેલ મુદ્દામાલ મળી આવેલ અને મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ

પકડાયેલ આરોપીઓ : ( ૧ ) પરષોત્તમ કાનજીભાઈ ટાંક ઉ.વ .૪૮ રહે.વાડી વિસ્તાર નાની નાગલપર તા.અંજાર ( ૨ ) વિજયભાઈ રામજીભાઈ ઝેર ( આહિર ) ઉ.વ .૩૫ રહે કટડી શેરી મોટીનાગલપર તા.અંજાર ( ૩ ) કેવલ જાદવભાઈ ગુસાઈ ઉ.વ .૩૨ રહે.મ.ન .૩૦૨ ગામતળ મોટી નાગલપર તા.અંજાર ( ૪ ) શામજીભાઈ તેજાભાઈ જાટીયા ( આહિર ) ઉ.વ .૬૧ રહે.પ્લોટ નં .૨૫ અવધપુરી સોસાયટી મોટીનાગલપર તા.અંજાર ( ૫ ) દિલીપભાઈ અરજણભાઈ વરચંદ ( આહિર ) ઉ.વ .૩૫ રહે.આહિર સમાજવાડી મોટી નાગલપર તા.અંજાર ( ૬ ) લખુભાઈ હમીરભાઈ ડાંગર ( આહિર ) ઉ.વ .૪૬ રહે કટકી શેરી મોટીનાગલપર તા.અંજાર

કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) કુલ્લ રોકડા રૂપીયા- કિ.રૂ .૩૧,૭૫૦ / ( ૨ ) મો.ફોન.નંગ -૦૬ કિ.રૂ .૨૫,૫૦૦ / ( ૩ ) વાહન નંગ -૦૩ કિ.રૂ.કિ.રૂ .૧,૪૫,૦૦૦ / ( ૪ ) ગંજીપાના નંગ -૫૨ કિ.રૂ .૦૦ / એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૨,૦૨,૨૦૦ / –

આ કામગીરીમાં એલ.સી.બી પુર્વ કચ્છ ગાંધીધામના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ જાડેજા તથા અંજાર પોલીસ સ્ટેશનના ઈ.પોલીસ ઇન્સપેક્ટર સી.ટી.દેસાઈ સાહેબ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.એસ.ચૌહાણ સા . સાથે તથા એલ.સી.બી.પુર્વ કચ્છ ગાંધીધામ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: