ગાંધીધામ એ ડીવી . પો.સ્ટે . વિસ્તારમાંથી વિદેશી દારૂ નો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ -કચ્છ , ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય આજરોજ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન રાણા એલ.સી.બી નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી ડી.આર.ગઢવી તથા એલ.સી.બી. ટીમ ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે નવી સુંદરપુરી પાસે આવેલ આરોપીનાં રહેણાંક મકાનમાંથી નીચે જણાવેલ વિદેશી દારૂ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે .

આરોપીનું નામ : ( ૧ ) ઈબ્રાહીમ ઉર્ફે અવુ જુસબભાઈ કુંભાર રહે. નવી સુંદરપુરી ગાંધીધામ ( ૨ ) જાવેદ મામદ ગની શેખ રહે . નવી સુંદરપુરી

ગાંધીધામ મુદામાલની વિગત : વિદેશી દારૂની બોટલો નંગ -૩૭ કિ.રૂ. ૧૪,૨૭૦ / – તથા બીયર ટીન નંગ -૧૪ કિ.રૂ. ૧૪૦૦ / કુલે કિ.રૂ. ૧૫,૬૭૦ /

આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: