ગત વર્ષ જેમ આ વર્ષે પણ જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી 

જેમાં ગત વર્ષના જેમ આ વર્ષે ૫૦૦ (પાંચસો)થી વધારે ગરીબોને ભોજન તથા જરૂરિયાતમંદ બાળકોને શાળાકીય કીટનું વિતરણ કરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી . આમ આ ઉજવણી અંતર્ગત મિહિર પરમાર નું કહેવું છે કે આ રીતે જન્મદિવસની ઉજવણી કરવાથી અંતરથી સંતોષ મળે છે અને આનંદ આવે છે આ પ્રવૃત્તિ કરવાથી ગરીબોને મળી તેઓની સાથે વાતચીત કરવાથી તેઓનાં મન હળવા તથા તેઓ આનંદિત પણ થાય છે માટે આ રીતે મદદરૂપ બનવું ખૂબ જ સારું લાગે છે તથા તેઓની વાત સાંભળવી પણ ખૂબ જ ગમે છે આમ તેઓ ના અંતરના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ને કંઈક નવું જાણવા મળે છે.

મિહિર પરમાર નું કહેવું છે કે આ તેઓની પ્રવૃત્તિ જન્મદિવસની ઉજવણી જે લોકો સુધી પહોંચે અને ખોટા બગાડો તથા નુકસાનથી દૂર રહે અને જરૂરિયાતમંદ લોકોના મદદગાર બને. આમ આ અનોખી ઉજવણી લોક સર્વેના હૃદયને સ્પર્શી હતી – રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: