પધ્ધર પોલીસ સ્ટેશન મધ્યે દાખલ થયેલ વણશોધાયેલ વિશ્વાસધાત તથા છેતરપીડી કરનાર આરોપીઓને પકડી ફરીયાદીના સોનાદાગીના કિ.રૂ -૧૧,૨૪,૮૭૭ / -ના રીકવર કરી આરોપીઓને પકડીપાડી ફરીયાદીનો ગયેલ તમામ મુદામાલ રીકવર કરતી પધ્ધર પોલીસ


મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભસિંધ સાહેબ પોલીસ અધિક્ષક ,, પશ્ચિમ કચ્છ – ભુજ , નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ , ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે ખાતે દાખલ થયેલ વિશ્વાસધાત તથા છેતરપીડી કરેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા જરૂરી સુચના આપેલ . જે અનુસંધાને પાધ્ધર પો.સ્ટે એ – પાર્ટ ગુ.ર.ન .૦૮૦ / ૨૦૨૨ IPC કલમ ૪૦૬,૪૨૦ મુજબનો ગુનોતા ૨૨/૦૨/૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોઇ અને આ કામેના ફરીયાદી ભરતભાઇ રમણીકભાઇ માકાણી ( પટેલ ) રહે કોટડા આથમણા તા – ભુજ વાળાઓને આ કામેના બે ઇસમો વિશ્વાસ માં લઇ ફરીયાદીની વાડી માં ખુબજ પ્રમાણમાં ધન છે તેવો વિશ્વાસ આપી અને વાડી માં ધાર્મિક વીધી કરવાના બહાને વાડીના શેઢા માં ૧૯ તોલા જેટલુ સોનુ કિ.રૂ ૫,૭૦,૦૦૦ / -નુ માટીના માટલા માં રખાવી ફરીને ધાર્મિક વિધીમાં વ્યસ્ત રાખી તે દરમ્યાન સોનુ લઇ જઇ ફરીયાદી સાથે વિશ્વાસધાત અને છેતરપિંડી કરી નાશી જઇ ગુનો કરેલ . જે અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ વી.બી.ઝાલા તથા પધ્ધર પો.સ્ટે.ના સ્ટાફ મારફતે સર્વેલન્સ ટેકનોલોજી અને હ્યુમન રીસોર્સીસ મારફતે માહીતી મેળવીબે ઇસમોને કોઠારા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી રાઉન્ડ અપ કરેલ અને ગુના સંબધે પુછ પરછ કરતા પોતે ગુનો કરેલાની કબુલાત કરતા બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીઓના નામ સરનામા – ( ૧ ) શંકરનાથ ઉર્ફે ગોપાલ ઉર્ફે પ્રકાશગીરી બાબુનાથ વાદી ( લાલ વાદી ) ઉ.વ ૨૬ ધંધો મજુરી રહે.મુળ ભચાઉ વાદીનગર હાલે રહે . વિંઝાણસીમ તળાવ પાસે તા.અબડાસા ( ૨ ) ટીકનાથ ઉર્ફે વિશ્વનાથ ગુલાબનાથ વાદી ( લાલ વાદી ) ઉ.વ ૪૩ ધંધો મજુરી રહે.મુળ ભચાઉ વાદીનગર હાલે રહે . વિંઝાણસીમ તળાવ પાસે તા.અબડાસા ડીટેકટ કરેલ ગુનો પધ્ધર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુરન -૦૮૦ / ૨૦૨૨ આઇ.પી.સી.કલમ -૪૦૬,૪૨૦ મુજબ

રીકવર કરેલ મુદામાલ દાગીનાની વિગત સોનાનો હાર ( નેકલેશ ) સોનાનો હાર ( નેકલેશ ) સોનાનો હાર ( નેકલેશ ) સોનાનો હાર ( નેકલેશ ) સોનાની ચેઇન પેન્ડલ સાથે સોનાની એરીગ કાનસેર સાથે સોનાની બુટી નંગ -૨ સોનાની એરીગ નંગ -૨ સોનાની કાનબુટી નંગ -૨ સોનાની કાનસેર નંગ -૨ સોનાનો ઓમ પેડલ > સોનાનો નાગ તથા ટીલી સોનાની વીટી નંગ -૧ ફુલ ડીઝાઇનવાળી વીટી જેન્ટસ કુલ પંતગીયા આકારની ડીઝાઇનવાળી વીટી સોનાની વીટી મિનાવાળી લેડીસ સોનાની વીટી નંગ -૩ ફુલ્લ વજન – ૨૩૬.૮૨ ગ્રામ કુલ્લ કિ.રૂ. – ૧૧,૨૪,૮૭૭ / 

કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) મોટર સાઇકલ નં – જી.જે .૧૨ એન ૩૧૦૧ જેની કિ.રૂ -૧૦,૦૦૦ / ( ૨ ) અલગ અલગ મોબાઇલ ફોનો નંગ -૦૪ કિ.રૂ -૨૦૦૦ / 

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી ઉપરોકત કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ . વી.બી.ઝાલા તથ એ.એસ.આઇ આદમભાઇ સુમરા તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ . નિલેશભાઇ ચૌધરી તથ પો.કોન્સ . વિક્રમસિંહ ગોહિલ તેમજ કોઠારા પોલીસ સ્ટેશન ના પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ તથા પો.હેડ.કોન્સ કુલદિપસિંહ વિગેરે જોડાયેલ હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: