પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી બોર્ડર રેન્જ કચ્છ – ભુજ તથા શ્રી પોલીસ અધિક્ષક સાહેબ પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વારા હોળી – ધુળેટી તહેવાર અનુસંધાને પ્રોહિ / જુગારની બદી નેસ્ત નાબુત કરવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે આપવામાં આવેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શ્રી પો.ઇન્સ . કે.પી.સાગઠીયા નાઓને મળેલ ખાનગી હકિકત આધારે ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો પી.એસ.એલ.મેદાનમાં રાજસ્થાન પાસીંગની ટ્રકમાં માતબાર રકમનો ગે.કા વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે . જેથી હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા મજકુર ટ્રક ચાલક પોલીસને આવતા જોઈ પોતાના કબ્જાની ટ્રક મુકી નાશી ગયેલ જે ટૂકમાં જોતા તેમાં મગફળી તથા ખાણદાણાની બોરીયોની આડશમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની નિચે મુજબનો પ્રોહિ મુદ્દામાલ ભરેલ હોય જેથી મજકુર ટ્રક ચાલક / માલીક તથા માલ મંગાવનાર તથા માલ મોકલનાર તથા તપાસમાં જે નિકળે તેઓના વિરૂધ્ધ કાયદેસર થવા કાર્યવાહી કરેલ છે .



