રાપર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ દરમિયાન ચાલીસ વાહન ચાલકો હડફેટે ચડ્યા

રાપર હાલ ચાલી રહેલી પોલીસ ની ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તે અન્વયે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી જે. આર મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા ટ્રાફિક શાખા ના બિદું ભા જાડેજા.. મુકેશ સિંહ રાઠોડ વિજય બગડા રવજી પરમાર વિગેરે દ્વારા રાપર ના શહેરમાં પ્રવેશ કરતાં તેમજ બહારના ભાગે જતા માર્ગ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હેલમેટ વગર ૧૩ ટુ વ્હીલર ચાલકો પાસેથી ૬૫૦૦/= નો દંડ ૧૨ વાહન ચાલકો સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા ૬૦૦૦/= નો દંડ ફટકાર્યો હતો તો આડેધડ પાર્ક અને વગર આધારે વાહનો ચલાવવા માટે ૧૫ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા

રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા અને પોલીસ ટીમ દ્વારા શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં સલારી નાકા માલી ચોક દેના બેંક ચોક ભુતિયા કોઠા રોડ રાપર આડેસર રાપર ધોરાવીરા રાપર રામવાવ ખારોઈ.. રાપર ચિત્રોડ સહિત નમસ્તે માર્ગ પર વાહન ચેકીંગ હાથ ધરી હતી અને બ્લેક ફિલ્મ કઢાવવા મા આવી હતી અને કોઈ ગેર કાનૂની ચીજવસ્તુઓ ની હેરફેર ના થાય તે માટે સખ્ત ચેકીંગ હાથ ધર્યું હતું આ અંગે પોલીસ ઈન્સ્પેક્ટર રાણા એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વાહનો નું ચેકીંગ કડક હાથ ધરવામાં આવશે – રીપોર્ટ – રાજ રાજગોર