મુંદરા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામા છેલા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને જોધપુર જીલ્લા ( રાજસ્થાન ) ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ , પશ્ચિમ કચ્છ ભુજ

બોર્ડર રૅન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ ધ્વારા બોર્ડર રેન્જના જીલ્લાઓના નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે રેન્જ લેવલે અલગ અલગ ટીમો બનાવેલ હોય જેના અનુસંધાને પશ્ચિમ કચ્છ – ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબ નાઓની સુચનાથી એલ.સી.બી પશ્ચિમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પો.ઇન્સશ્રી એચ.એમ.ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ – ભુજ જીલ્લાની પેરોલ ફર્લો સ્કોડની એક ટીમને રાજસ્થાન રાજ્ય ખાતે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં મોકલેલ . આજરોજ પેરોલ ફર્લો સ્કોડનાં સ્ટાફના માણસો રાજસ્થાન રાજ્યનાં જોધપુર જીલ્લાના ડાંગીયાવાસ પો.સ્ટે વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે તપાસમાં હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે , મુંદરા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૭૫૨/૨૦૨૧ ઈપીકો.કલમ -૪૦૭,૧૧૪ મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી વિષ્ણુ ભુરારામ બિશ્નોઈ ઉ.વ .૩૧ રહે.વિશ્વપૂરા , બ્રાહમી , જી.જોધપુર , રાજસ્થાન વાળો હાલ તેના ઘરે હાજર છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને આગળની કાર્યવાહી કરવા માટે મુંદરા પોલીસ સ્ટેશનને સોપેલ છે .
ઉપરોકત કામગીરીમાં એમ.એચ.પટેલ પો.સબ.ઇન્સશ્રી જખૌ પો.સ્ટે તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ હરિલાલ બારોટ તથા પો.હેડ કોન્સ . ધર્મેન્દ્ર રાવલ તથા રઘુવીરસિંહ જાડેજા , વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.હેડ.કોન્સ સુરેશભાઇ ચૌધરી તથા એમ.ટી.શાખાનાં આઉટ સોર્સનાં ડ્રાઈવર અસલમભાઈનાઓ જોડાયેલ હતા .