સામખીયાળી પો.સ્ટે.વિસ્તાર માંથી રોકડ રૂપીયા ૬,૪૦,૮૦૦ / – ના મુદામાલ સાથે જુગારનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પૂર્વ – કચ્છ ગાંધીધામ પોલીસ 

મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહી / જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે અન્વયે એલ.સી.બી.ની ટીમ પ્રોહી . / જુગારનાં કેસો શોધવા સામખીયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે વિષ્ણુ રણમલ કોલી રહે , તોરણીયા , તા . ભચાઉ વાળાની વાડીમાં મેલડી માતાજીના મંદિર આગળ રેઇડ કરી ધાણી પાસા ચોકઠાં વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા ઇસમોને નીચે જણાવેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સામખીયાળી પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે . 

પકડાયેલ આરોપી ( ૧ ) હિરેન દિનેશ ઠક્કર ઉ.વ. – ૪૦ રહે , ૩૬ ઓધવપાર્ક -૦૧ , મુન્દ્રા રીલોકેશન સાઇટ , ભુજ ( ૨ ) કાંતીભાઇ અમરશીભાઇ પટેલ.ઉ.વ. – ૪૮ , રહે , રવાપર રોડ બોની પાર્ક -૫ , જી.મોરબી ( ૩ ) અસ્વીન ત્રીલોકચંદ મુલચંદાણી ઉ.વ .૩૯ , રહે , સાત વાડી , સી.બી.એક્ષ -૨૬૪ , વોર્ડ નં -૧૦ , અઅદીપુર , તા . ગાંધીધામ ( ૪ ) શામજી ઉર્ફે રાવલીયો મુળજીભાઇ મહેશ્વરી ઉ.વ .૬૫ , રહે , માંડવી પોલીસ સ્ટેશન બાજુમાં તા.માંડવી જી.ભુજ પકડવાના બાકી આરોપીઓ ( ૫ ) બાલાભાઇ નાનુભાઇ ભરવાડ , રહે , ક્રિષ્ના નગર , સુરેન્દ્રનગર ( ૬ ) જીતેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઇ ખેંગારસિંહ પરમાર , રહે , જડેસ્વર પાછળ ધ્રાંગધ્રા ( ૭ ) વિષ્ણુ રણમલ કોલી રહે , તોરણીયા , તા . ભચાઉ ( ૮ ) ધર્મેન્દ્ર ઉર્ફે ધમો હોથીભાઇ શીયાળીયા રહે , રાપર ( ૯ ) સંજય પ્રભુભાઇ નાકીયા , રહે , રાવલવાસ રાણપુર ( ૧૦ ) સુનીલ લાલવાણી , રહે , જામનગર ( ૧૧ ) ભુરો સીંધી રહે , જામનગર ( ૧૨ ) મુરાદ અલ્લારખા મીર , રહે , લાકડીયા , તા . ભચાઉ ( ૧૩ ) ઇબ્રાહીમ જુમા ગગડા રહે , શેખ ફળીયા , ભુજ મુદ્દામાલ – રોકડા રૂ .૬,૪૦,૮૦૦ / – મોબાઇલ નંગ -૨ કિ.રૂ. ૧૦૦૦ / ધાણી પાસાના ચોકઠાં નંગ -૦૨ કિ.રૂ .૦૦ / S કુલે કિ.રૂ.- ૬,૪૧,૮૦૦ / 

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.સબ.ઇન્સ . કે.એન.સોલંકી નાઓના સાથે રહી એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે . રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: