મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ” 

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ચોરીના વણશોધાયેલા ગુના શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. , ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલ સાહેબ તથા પો.સબ ઇન્સ . આઇ.એચ.હિંગોરા સાહેબના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , બેરાજા રોડ ઉપર આવેલ હનુમાન ટેકરીની બાજુમાં આવેલ સોનલ કૃપા હોટલના સંચાલક રધુવિરસિંહ જાડેજા પોતાના કબ્જાની આ હોટલના પાછળના ભાગે આવેલ ઓરડીના બાથરૂમમાં ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો રાખેલ છે . જેથી તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવી સોનલ કૃપા હોટલમાં આવી સંચાલકનું નામ – ઠામ પુછતા રઘુવિરસિંહ હરીસિંહ જાડેજા , ઉ.વ .૨૭ , રહે.મોટી તુંબડી , તા.મુંદરા વાળો હોવાનું જણાવેલ જેથી તેને સાથે રાખી હોટલની પાછળ આવેલ ઓરડીના બાથરૂમમાં ઝડતી તપાસ કરતા ૧૦ લીટર , ૨૦ લીટર તથા ૩૦ લીટરની ક્ષમતા વાળા કેરબા માં આશરે ડીઝલ લીટર – ૩૪૦ , જેની કિ.રૂ .૨૭,૨૦૦ / – નો મળી આવેલ જે ડીઝલ બાબતે આધાર પુરાવા માંગતા આવા કોઇ આધાર પુરાવા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા મળી આવેલ ડીઝલ સી.આર.પી.સી. કલમ – ૧૦૨ મુજબ કરી મજકુર ઇસમની સી.આર.પી.સી. કલમ – ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: