ભચાઉ તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ખડીર ના જનાણ ગામે યોજાયો

રાપર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં પંચોતેર મા સ્વાતંત્ર્ય દિન ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભચાઉ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી ખડીર ના જનાણ ગામે કરવામાં આવી હતી

તિરંગા ને ભચાઉ પ્રાંત અધિકારી સંજય ચૌધરી એ સલામી આપી હતી અને ઉપસ્થિત લોકો વિધાર્થીઓ અને ગ્રામ્ય લોકો ને આઝાદી ના અમૃત મહોત્સવ મા સહભાગી બની રહયા તે માટે ધન્યવાદ આપ્યા હતા અને આ સરહદી વિસ્તારોમાં દેશ માટે ખતરા સમાન અજાણ્યા શખ્સો સામે જાગૃતતા કેળવવા માટે હાકલ કરી હતી

કાર્યક્રમ મા ભચાઉ મામલતદાર ભચાઉ મામલતદાર જે. એચ. પાણ તાલુકા વિકાસ અધિકારી એ. જે. સોલંકી નાયબ મામલતદાર એચ. એસ. હુબલ પ્રાથમિક શિક્ષણાધિકારી ગુર્જર ઇન્ચાર્જ પીએસઆઇ ડી. એલ. ખાચર સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંત અધિકારી સંજય ચૌધરી ના હસ્તે જનાણ ગામ ના વિકાસ માટે પાંચ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો

અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત રૂપેશ ભાઈ આહીર સદસ્ય જીલ્લા પંચાયત.હમીર ભાઈ આહીર..તાલુકા પંચાયત કારોબારી ચેરમેન.. જનાણ સરપંચ અશોક દાન ગઢવી દશરથ છાંગા.સરપંચ રતનપર.. ઘનશ્યામ ભાઈ મારાજ માદેવા ભાઈ આહીર.સરપંચ અમરાપર..મોમાયા મારાજ સરપંચ બાભડકા. રામજી વાલા સરપંચ કલ્યાણપુર..જિલુભા સોઢા ધોળાવીરા… વિગેરે ઉપસ્થિત રહ્યા હતા પોલીસ પરેડ ઉદ્બોધન તેમજ વિધાર્થીઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા

સમગ્ર કાર્યક્રમ દરમિયાન જનાણ ગ્રામ પંચાયત અને શિક્ષકો એ જહેમત ઉઠાવી રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કરવામાં સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published.

error: