રાપર તાલુકા મા સ્વાતંત્ર્ય દિન ની ઉમંગભેર ઉજવણી

રાપર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં પંચોતેર મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી વાગડ વિસ્તારના રાપર તાલુકા મા પણ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી

રાપર તાલુકા નો તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન બેલા ગામે રિસોર્ટ ખાતે ઉજવવા મા આવ્યો હતો તાલુકા મામલતદાર કે. આર. ચૌધરી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો શાળા ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ એ દેશ ભક્તિનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો

પોલીસ પરેડ તથા ઈનામ વિતરણ અને સન્માન નૈ કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન મામલતદાર કે. આર. ચૌધરી એ લોકો ને ઉદ્બોધન કર્યું હતું તથા બેલા ગ્રામ પંચાયત ને પાંચ લાખ નો ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ મા પીએસઆઇ જી. બી માજીરાણા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ બેલા સરપંચ હેતુભા વાઘેલા કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના વાઇસ ચેરમેન દશરથસિંહ વાઘેલા બાંધકામ વિભાગ ના ભરત નાથાણી કૌશિક કાલરીયા માનસંગભાઇ રાઠોડ વનવિભાગ ના રમેશ ભાઈ પરમાર. રાજા ભાઈ કોળી. ટીડીઓ મોઢેરા .તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અરજણભાઈ ડાંગર નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલ એચ. બી વાઘેલા ભરત રાજપૂત મહેશ પટેલ ભૂપતસિંહ વાઘેલા તમાસીભાઈ. વસંત પરમાર મહાવીરસિંહ જીવરાજભાઈ બરંડા તલાટી શ્રી ગજુભા ચૌહાણ .પીરાભાઈ દેસાઈ..કૃણાલભાઈ પંચાલ..શંકરભાઈ પટેલ ટીડીઓ મોઢેરા કેશરબેન બગડા જમણીબેન પરમાર ગેલાભાઇ બગડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરજણભાઇ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ બેલા હાઈસ્કૂલના આચાર્ય અરજણભાઇ પરમાર દ્વારા કરવામાં આવી હતી તો રાપર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સામતભાઇ મકવાણા એ રાપર પોલીસ મથકે પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ જી જી જાડેજા ના હસ્તે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા એ નગરપાલિકા ખાતે પ્રમુખ અમરતબેન વાલજી વાવીયા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

આજે યોજાયેલ કાર્યક્રમ મા નગરપાલિકા ના ઉપ પ્રમુખ મહેશ્વરી બા ભિખુભા સોઢા ચીફ ઓફિસર નવઘણભાઈ કડ ઉમેશ સોની નિલેશ માલી લાલજી કારોત્રા મેહુલ જોશી રામજી ભાઈ પિરાણા ગિરીરાજ સિંહ વાધેલા સહિત ઉપસ્થિત રહ્યા હતા આમ વાગડ વિસ્તારમાં આજે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આગેવાનો પદાધિકારીઓ અને હોદ્દેદારો વિધાર્થીઓ તથા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published.

error: