રાપર ખાતે પાંચ ટીમો ને સાંકળતી ઠક્કર પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

કચ્છ – રાપર – તારીખ – ૦૨/૦૧/૨૦૨૧ રવીવાર

આજે રાપર ના અયોધ્યાપુરી પ્રાગપર ચાર રસ્તા પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લોહાણા સમાજ ના ઉભરતા ક્રિકેટ ખેલાડીઓ ના કૌવત માટે લોહાણા સમાજ ના યુવાનો ને સાંકળતી ઠક્કર પ્રિમિયર લીગ દસમા સેસન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ ટીમો એ ભાગ લીધો હતો સવારે દરીયાસ્થાન મંદિર ના સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજ તેમજ લોહાણા સમાજ ના પ્રમુખ રાજેશ ભાઈ ચંદે લોહાણા યુવક મંડળ ના પ્રમુખ પારસ માણેક સહિત ના આગેવાનો એ ટોસ ઉછાળી ટુર્નામેન્ટ ની શરુઆત કરાવી હતી પ્રથમ પાંચ લીગ મેચ યોજાઇ હતી જેમાં ફાઈનલ મેચ ફાઈનલ શ્રી રામ સ્ટાઈકર અને જલિયાણ જાયન્ટ વચ્ચે રમાયેલી જેમા શ્રી રામ સ્ટાઈકર  વિજેતા ટીમ થઈ હતી 

આજે યોજાયેલ ટુર્નામેન્ટ દરમિયાન લોહાણા ઐના આગેવાનો વસંતભાઈ આદુઆણી તુલસી ચંદે પ્રતાપ મિરાણી વિપુલ રાજદે પ્રભુલાલ રાજદે મુકેશ પુજારા ઉમેદ ચંદે શંકરભાઈ પુજારા જય રાજદે હિતેશ મજીઠીયા ચાંદ ભીંડે સુનિલ મિરાણી ભાવીન કોટક જય ચંદે હિતેશ મજીઠીયા કલ્પેશ રાજદે અલ્પેશ ભીંડે અલ્પેશ મારાજ નવિનભાઇ ચંદે શૈલેષ ભીંડે ભાવિન મિરાણી દિનેશ ચંદે વિપુલ રાજદે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા વિજેતા ટીમ શ્રીરામ સ્ટાઈકર ને રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી રનર્સ અપ જલિયાણ જાયન્ટ ટીમ ને શિલ્ડ તેમજ પુરસ્કાર આપવામાં આવેલ મેન ઓફ ધ સીરીઝ વિશાલ મિરાણી અને મેન ઓફ ધ મેચ ફાઈનલ વિપુલ રાજદે જાહેર થયા હતા ફાઈનલ મેચ આઠ આઠ ઓવર ની રમાડવા મા આવી હતી

સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોહાણા યુવક મંડળ ના પ્રમુખ પારસ માણેક અને મંડળના સભ્યો એ જહેમત ઉઠાવી હતી મેચ નું લાઈવ પ્રસારણ પ્રદિપસિંહ જાડેજા એ કર્યું હતું  સી. બી. ટી. એફ. સ્પીડ ન્યુઝ દુબઇ, અમિતભાઇ મજીઠીયા તરફથી ૧૧૦૦૦ રોકડા વિજેતા ટિમને ફાઇનલ માં પહોંચનાર બંને ટિમને બોમ્બે બસેરા વેજ રેસ્ટોરન્ટ બર દુબઇ તરફથી ૧૧૦૦૦ રોકડા પુરસ્કાર ફાઇનલ માં પહોંચનાર બંને ટિમને અનિલ રંગોલી ભાભર અમદાવાદ તરફથી ૧૧૦૦૦ રોકડા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. અહેવાલ – મહેશ રાજગોર વાઢિયા

Leave a Reply

Your email address will not be published.

error: