રાપર શહેર માંથી ચાઇનીસ પ્લાસ્ટીક દોરીનું વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ બે અલગ અલગ કેશો કરતી રાપર પોલીસ

કચ્છ – રાપર – તારીખ – ૧૦/૦૧/૨૦૨૨ સોમવાર – મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓ એ આગામી તા .૧૪/ ૦૧ / ૨૦૨૨ ના રોજ ઉત્તરાયણ નો તહેવાર આવતો હોઇ અને આ ઉત્તરાયણ ના તહેવાર દરમ્યાન કોઇ પણ વ્યકિતઓ ચાઇનીઝ ગુબારાઓ તેમજ ચાઇનીઝ દોરાઓ નું વેચાણ તેમજ ચગાવવાનું કૃત્ય કરે નહિ તેમજ આ ચાઇનીઝ દોરા તેમજ ગુબારાઓ નું વેચાણ કરતા ઇસમો ને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપેલ હોઇ જે અન્વયે ઇન્ચા.નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાધેલા ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેકટર પી.એન.ઝીંઝુવાડીયા નાઓ પોલીસ સ્ટાફ સાથે રાપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા

તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ નાઓ ને મળેલ બાતમી હકિકત આધારે રાપર શહેર માં સલારી નાકા તેમજ બસ સ્ટેશન પાસે આવેલ પતંગ દોરા ની દુકાનો માં તપાસ કરતા ચાઇનીઝ દોરાઓ ની રીલો મળી આવતા ચાઇનીઝ દોરાઓ નું વેચાણ કરતા ત્રણ ઇસમોને પકડી પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . ] પકડાયેલ ઇસમો – ( ૧ ) દેવ મેધાભાઇ રાઠોડ ઉ.વ ૨૧ રહે.બાલાસર તા.રાપર ( ૨ ) મુળજી પરબતભાઇ પટેલ ઉવ ૪૨ રહે.રાપર ( ૩ ) વિશાલ મોહનભાઇ માળી ઉવ ૨૯ રહે.રાપર [ ] કબ્જે કરેલ મુદામાલ ચાઇનીસ દોરાઓ ની કુલ્લ રીલો નંગ -૩૩ કિ.રૂ .૮૬૦૦ / મોબાઇલ ફોન નંગ -૦૨ કિ.રૂ .૨૦૦૦૦ / કુલ્લ કિ.રૂ .૨૮૬૦૦ / ઉપરોકત કામગીરીમા રાપર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી પી.એન.ઝીંઝુવાડીયા તથા રાપર પોલીસ સ્ટેશન નો સ્ટાફ સાથે રહીને કામગીરી કરેલ છે. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: