કેબલ ચોરીના વણશોધાયેલ ગુનાઓને શોધી કાઢતી માંડવી પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ . સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સીંઘ સાહેબ પશ્ચિમ કચ્છ – ભુજ નાઓ દ્રારા મિલ્કત સંબધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન પંચાલ સાહેબ . ભુજ વિભાગ . ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી આર.સી ગોહિલ સાહેબ નાઓએ માંડવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને તથા ઓ.પી. / બીટ ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ કે , માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મિલ્કત સબંધિત વણશોધાયેલ ગુના શોધી કાઢવા પ્રયત્નશીલ રહેવુ અને અગાઉ આ કામે પકડાયેલ આરોપીઓની ઝડતી / તપાસ કરવી જેથી માંડવી પોલીસ સ્ટેશનના માણસો મિલ્કત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે લાયજા વિસ્તારમાં પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ . પુથ્વીરાજસિંહ સહદેવસિંહ વાઘેલા નાઓને બાતમી હકીકત મળેલ કે , કીશનપર પાટીયા પાસે એક ઇસમ કેબલ વાયરોના બે કોથળા લઇને ઉભેલ છે જેથી તુરંત સદર બાતમી અંગે વર્કઆઉટ કરી સદર બાતમી વાળી જગ્યાએ જઇ સદર ઇસમની પુછપરછ કરતા કેબલ વાયરોના કોઇ આધાર – પુરાવા રજુ કરેલ નહી જેથી માંડવી પોલીસ સ્ટેશન ખાતે લાવી સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) મુજબની ધોરણસર કાર્યવાહી કરેલ બાદ . આ કામેના સદર આરોપીની વધુ પુછપરછ આર.સી.ગોહિલ . ઇ.પોલીસ ઇન્સપેકટર , માંડવી પોલીસ સ્ટેશન નાઓએ કરતા મજકુરે સદર કેબલ વાયર ચોરી મોટા લાયજા ગામેથી કરેલ હોવાની કેફીયત આપેલ જેથી ફરીયાદીને આ અંગેની જાણ કરતા તેણે માંડવી પો.સ્ટે . ગુ.૨.નં .૯૩ / ૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબની ફરીયાદ આપેલ અને ત્રણ મહીના અગાઉ પણ લાયજા – ગોધરા રોડ ઉપર આવેલ વાડીમાંથી કેબલ ચોરી કરેલાની હકીકત જણાવેલ હોય જે અંગેની ઇ – ગુજકોપમાં ખાત્રી તપાસ કરતા ગુ.૨.નં .૧૧૦૧ / ૨૧ ઇ.પી કો . કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી ધોરણસર કાર્યવાહી કરેલ છે . કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) એલ્યુમીનીયમ વાયર ૨૦ કી.ગ્રા જેની કિ.રૂા . ૨,૦૦૦ / ( ૨ ) કોપર વાયર ૦૩ કી.ગ્રા . જેની કી.રૂા .૧૮૦૦ / કુલ કબ્જે કરેલ મુદામાલ કી રૂ ।. ૩.૮૦૦ /

પકડાયેલ આરોપી ( ૧ ) વિજય ઉર્ફે બાબુ નવઘણ વાસપુડા ઉ.વ .૩૩ રહે . હાલ દીપક પેટ્રોલપંપ પાછળ , માઘાપર મુળ રહે . સરકારી હોસ્પીટલ પાસે . ગોંડલ ( ૨ ) અરૂણ ગોપાલ વાસપુડા ઉ.વ .૨૩ રહે . ભગવતી હોટલ પાછળ ભુજ મુળ રહે . લાલપુર બાયપાસ રોડ , જામનગર ઉપરોક્ત કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.સી.ગોહિલ તથા પો.હેડ કોન્સ . પુથ્વીરાજસિહ સહદેવસિહ વાઘેલા તથા પો.હેડ કોન્સ . દિવ્યેશભાઇ હસમુખભાઇ પટેલ તથા પો.કોન્સ . લીલાભાઇ ખુમાભાઇ તથા ભગીરથસિહ જેપારસિહ ડાભી તથા ભાર્ગવભાઇ નાગજીભાઇ ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે રહી સફળ કામગીરી કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: