રાપર દરીયાસ્થાન મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ ની ઉજવણી

કચ્છ – રાપર ૦૨/૦૧/૨૦૨૨ રવીવાર

વાગડ વિસ્તાર એ વિરાટ નગરી તરીકે પૌરાણિક પાંડવ કાલીન મા ઓળખાતી હતી આ વાગડ વિસ્તારના રાપર તાલુકા મા અનેક ધાર્મિક મહત્વ ધરાવતા ધાર્મિક સ્થળો આવેલા છે કચ્છ ની પ્રથમ રાજધાની પણ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર હોવાના પુરાવા મળી રહ્યા છે એવી આ રાપર નગર મા આવેલ રવિભાણ સંપ્રદાય દરીયાસ્થાન મંદિર ખાતે અનેક સંતો મહંતો થઈ ગયા છે આંઢવાળા તળાવ ના કિનારે આવેલા પૌરાણિક રત્નેશ્ચર દાદા નો ઇતિહાસ અનેરો છે તો સરભંગી ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા પૌરાણિક રામેશ્વર મહાદેવ અને ઢુંઢી માતા નો ઇતિહાસ પૌરાણિક છે આ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પૌરાણિક ભોયરું પણ આવેલ છે જે જુનાગઢ ગીરનાર ની તળેટીમાં જાય છે એવું લોક વાયકા પ્રમાણે સાંભળવા મળે છે

તો આ રાપર નગર ખાતે આવેલા દરીયાસ્થાન મંદિર ખાતે સુપ્રસિદ્ધ સંત ત્રિકમ સાહેબ ની સમાધી સ્થળ તરીકે અનેરો મહિમા છે આ સમાધિ સ્થળ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન આદિ સ્થળો પર થી ભાવિક ભકતો આવી રહ્યા છે એવા આ ધાર્મિક મહત્વ ધરાવતા દરીયા મંદિર ખાતે હાલ ચાલી રહેલા પવિત્ર અને પાવન ધનુર્માસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે જેમાં ધુન આરતી સત્સંગ પ્રસાદ સહિત ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે દરરોજ વહેલી સવારે લોકો ભક્તિ ભાવના સાથે આવી રહ્યા છે

દરીયાસ્થાન મંદિર ખાતે સંત ત્રિકાલદાસજી મહારાજ મેનેજીંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુઆણી દિનેશ ચંદે ધીરજલાલ ઠક્કર શૈલેષ ભીંડે અરવિંદ દરજી ધનસુખ ભાઈ લુહાર ગોવિંદ ભાઈ ઠક્કર વેલજી ભાઈ લુહાર વસંતભાઈ આદુઆણી રાજેશ પુજારા મોંઘી બેન બેરા સહિત ના  ભાવિકજનો સેવા આપી રહ્યા છે આમ પવિત્ર ધનુર્માસ દરમિયાન નાનાં મોટાં સહીત ના લોકો ઉપસ્થિત રહે છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: