રાપર અયોધ્યાપુરી કુમાર શાળા ને દાતાઓ દ્વારા શુધ્ધ પાણી ની સુવિધા ઉપલબ્ધ થઈ

કચ્છ – રાપર – તારીખ – ૨૯ ડિસેમ્બર ૨૦૨૧ બુધવાર

આજે રાપર શહેર મા આવેલ અયોધ્યાપુરી કુમાર શાળા ખાતે બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ ધોરણ એક થી આઠ મા અભ્યાસ કરી રહ્યા છે ત્યારે રાપર શહેરમાં પીવાના શુદ્ધ પાણીની સમસ્યા છે તે માટે આજે આ શાળામાં ભચાઉ સ્થિતિ દાતા પરિવાર નાદાતા સ્વ. મંજુલાબેન પોપટલાલ વિરજી ભાઈ રૈયા પરિવાર ભચાઉ હસ્તે દિનેશ ભાઈ મણિલાલ ચંદારાણા ભુજ મારફતે ચાલીસ હજાર ના ખર્ચે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં નગરપાલિકા દ્વારા આરઓ પ્લાન્ટ અને દાતા પરિવાર દ્વારા વોટરકુલર તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે 

આજે યોજાયેલ આ લોકાર્પણ પ્રસંગે રાપર તાલુકા વિકાસ અધિકારી ડી જે ચાવડા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ પ્રવિણ ભાઈ ઠક્કર  દરીયાસ્થાન મંદિર ના સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજ આચાર્ય અરજણભાઈ ડાંગર સીઆરસી તારક પટેલ પારસ માણેક સંત  ચિન્મયાનંદ મહારાજ મનજીભાઈ ચાવડા હસમુખભાઇ ઠક્કર સુભાગીની બેન ગોડબોલે રાજેશ કુબેર જયશ્રી બેન નાઈ દિનેશ ભાઈ સેજપાર રમેશ સેજપાર કન્યાશાળા રાપર ના મદદનીશ આચાર્ય મધુબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળામાં  વૃક્ષો સેડ રમત ગમત નું મેદાન આધુનિક મધ્યાહન ભોજન રુમ  બાથરૂમ સ્વચ્છતા માટે સંડાસ બાથરૂમ વિધાર્થીનીઓ માટે તમામ પ્રકારના એક થી આઠ ધોરણ સુધી ના અભ્યાસ ક્રમ માટે એકટીવીટી રુમ સહિત ની સુવિધા ઉપલબ્ધ થઈ છે આજે યોજાયેલ આ કાર્યક્રમમાં શાળા નો સ્ટાફ તેમજ વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પારસ માણેક એ કર્યું હતું આભાર વિધિ રાજેશ કુબેર એ કરી હતી. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: