રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક મળી

કચ્છ – રાપર – તારીખ – ૦૧/૦૧/૨૦૨૨ શનિવાર

આજે રાપર મામલતદાર કચેરી ખાતે આવેલ રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક ભચાઉ  પ્રાંત અધિકારી પી એ જાડેજા ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી જેમાં રાપર તાલુકા ને લગતા વિવિધ વીસ પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે મળેલી બેઠકમાં રાપર તાલુકા ને લગતા મહેસુલ વિભાગ પંચાયત. પીજીવીસીએલ એસ.ટી વન વિભાગ આરોગ્ય નગરપાલિકા બાંધકામ જળ સિચન નર્મદા વિભાગ પોલીસ ફોરેસ્ટ અભયારણ્ય માર્ગ અને મકાન વિભાગ સહિત ના વિવિધ પ્રકારના પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી આજે વીસ જેટલા પ્રશ્ર્નો ની રજૂઆત કરવામાં આવી હતી જેમાં લાગતા વળગતા વિભાગ ના અધિકારીઓ ને ધટતુ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક વણ ઉકેલયા પ્રશ્ર્નો નો નિવેડો લાવવા માટે સુચના આપવામાં આવી હતી આજે મળેલી સંકલન સમિતિની બેઠક ઉપરાંત વેકશીન અંગે ની બેઠક મળી હતી

જેમાં આગામી દિવસોમાં પંદર થી અઢાર વર્ષ ની વયના બાળકો માટે વેકશીનેશન ની કામગીરી હાથ ધરવા માટે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ને તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ને સુચના આપી હતી ઉપરાંત લગભગ ગામો એ વેકશીનેશન ની કામગીરી હાથ ધરવા માટે સુચના આપવામાં આવી હતીરાપર તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ભચાઉ પ્રાંત અધિકારી પી એ જાડેજા મામલતદાર કે. આર ચૌધરી નાયબ મામલતદાર મહેશ ઠક્કર તાલુકા વિકાસ અધિકારી ડી જે ચાવડા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશ પરમાર ચીફ ઓફિસર મયુર જોશી બાંધકામ ના મદદનીશ ઈજનેર ભરત નાથાણી જે. એમ. ટાંક હરેશ પરમાર ખેતીવાડી અધિકારી મનોજ સોલંકી વન વિભાગ ના વીઆઈ જોશી કે.પી સોલંકી પીજીવીએલ ના એચ. આર. ઠક્કર એન. સી પરમાર નરેશ ચૌધરી જયદેવ જોશી રામજી સોલંકી કાંતિલાલ ઠક્કર. રમેશ દાદલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ – મહેશ રાજગોર 

Leave a Reply

Your email address will not be published.

error: