રાપર દરીયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

રાપર રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાગડ વિસ્તારના રાપર તાલુકા મા દર મહિને નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે ૪૩ મા નેત્ર નિદાન સારવાર કેમ્પ રાપર દરીયાસ્થાન મંદિર ખાતે લોહાણા સમાજ ના સહયોગ થી યોજવા મા આવેલ જેમાં આજના નેત્ર નિદાન સારવાર કેમ્પ ના યજમાન દાતા સ્વ. મંજુલાબેન પોપટલાલ વિરજી રૈયા પરિવાર હસ્તે દિનેશ ભાઈ ચંદારાણા રહ્યા હતા

આજે યોજાયેલ આ નેત્ર નિદાન સારવાર કેમ્પ મા ૪૨૫ દર્દીઓ ની તપાસણી કરવામાં આવી હતી જેમાં ૧૨૦ જેટલા લોકો ના આંખ ના મોતીયા.. વેલ ના ઓપરેશન હાથ કરવામાં મા આવશે જેઓ ને આવવા જવા માટે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લકઝરી બસ ની સગવડો કરવામાં આવી છે આજે યોજાયેલ નેત્ર નિદાન સારવાર કેમ્પ મા ડો. બળવંત ભાઈ બોરીસાગર રવિભાઈ વાજા એ સેવા આપી હતી તો દરીયાસ્થાન મંદિર ના સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજ મેનેજીંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુઆણી દિનેશ ચંદે પારસ માણેક વેલજી ભાઈ લુહાર પ્રભુ લાલ રાજદે ગોવિંદભાઈ ઠક્કર ભોગીલાલ મજીઠીયા ધનસુખ ભાઈ લુહાર મુકેશ પુજારા અરવિંદ દરજી શૈલેષ ભીંડે નવિનભાઇ કારીયા વિગેરે જહૂમત ઉઠાવી હતી રાજકોટ સ્થિતિ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છ ભર મા દર મહિને નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજી રહ્યા છે તે ખરેખર ખરી માનવ સેવા છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: