ગણતરી ના કલાકો મા હત્યા ના આરોપી ને પકડી પાડતી મુંદ્રા પોલીસ

પ્રેસનોટ મુંદરા પોલીસ સ્ટેશન તા .૨૯ / ૧૨ / ૨૦૨૧ મે.શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ – ભુજનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજના જે.એન.પંચાલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલ તા -૨૯ / ૧૨ / ૨૦૨૧ ના ૬.૧૯ / ૦૦ વાગ્યાના અરસમાં બોરાણા સર્કલથી આગળ ધ્રબ સીમ તા.મુંદરા ખાતે મર્ડરનો બનાવ બનેલ હોઇ . આ કામેના ફરીયાદી- રાજેશભાઈ કરશનભાઈ થારુ ( મહેશ્વરી ) ઉ.વ .૨૫ રહે.નવીનાળ તા.મુંદરા વાળાએ ફરીયાદ હકિકત જાહેર કરેલ છે કે , આ કામે મરણ જનાર – પ્રવિણ ઉર્ફે પ્રેમ કરશનભાઇ થારુ ઉ.વ .૨૮ રહે – નવીનાળ તા – મુંદરા વાળાની આરોપીની પત્નિ જે કૌટુંબીક બહેન થતી હોઈ તેની સાથે મરણ જનાર ફોનમા વાતચીત કરતો હોઈ જે મરણ જનાર તથા આરોપીની પત્ની વચ્ચેના આડા સંબંધનો મરણ જનાર ઉપર આરોપીએ શક વહેમ રાખી આ બાબતનું મન દુખ રાખી આરોપીએ ફરીયાદીના ભાઈ મરણ જનાર – પ્રવિણ ઉર્ફે પ્રેમ કરશનભાઇ થારુ ઉ.વ .૨૭ વાળાને ગળાના તથા છાતીના ભાગે છરીથી જીવલેણ ધા મારી તેનુ મોત નિપજાવી ગુનો આચરેલ છે.જે બનાવ તા ૨૮/૧૨/૨૦૨૧ ના ૬.૧૯ / ૦૦ વાગ્યાના અરસામાં બોરાણા સર્કલથી આગળ ધ્રબ સીમ તા.મુંદરા ખાતે બનેલ છે.આ કામે મુંદરા પો.સ્ટે.આરોપી વિરુધ્ધ ફરીયાદ જાહેર થતા આ કામે ના આરોપીને હસ્તગત કરી કોવીડ -૧૯ તપાસણી કરાવી સદર ગુના કામે આરોપી – દિવેન હીરજી ડોરુ ઉ.વ .૨૯ રહે.નાના ભાડીયા તા.માંડવી વાળાને તા -૨૯ / ૧૨ / ૨૦૨૧ ના ક .૧૨ / ૩૦ વાગ્યે ધોરણસર અટક કરેલ છે.આ ગુનાની તપાસ મુંદરા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એમ.આર.બારોટ નાઓ ચલાવી રહેલ છે.આ કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા ,

Leave a Reply

Your email address will not be published.

error: