બાદરપુર મહેર હાઇસ્કુલના ખાતે ગામના એજ્યુકેટેડ વ્યક્તિ ઓનુ સન્માન કાર્યક્રમ યોજાયો

બાદરપુર મહેર હાઇસ્કુલ ખાતે ડૉ પાર્થરાજસિહ ગોહિલ  મુખ્ય વકતા પદે રહ્યા હાજર બાદરપુર મહેર હાઇસ્કુલના પટાંગણમાં જાહેર કાર્યક્રમ નું આયોજન ખુબ સારી રીતે થયૂ બાદરપુર શીયા જાફરી મસાયખી મોમીન જમાત  ચેરમેન અને અધયક્ષ  ઈસ્માઈલ હિરા મોમીન અને આગેવાનોએ સ્ટેજ પર સ્થાન લીધું મહેર હાઇસ્કુલ ખાતે કુરઆને તિલાવતથી શરૂ થયો પ્રોગ્રામ સ્કૂલ ની બાળાઓઐ પ્રાથૅના પણ કરી રજુ એસ પી ડૉ પાર્થરાજસિહ ગોહિલ પણ સમયસર આવી પહોંચ્યા મહેર હાઇસ્કુલની ઓફિસ માં મેળવ્યો આગેવાનો નો પરિચય બાદરપુર ગામના જ આઠ ડૉક્ટરો પ્રોફેસરોએ સ્ટેજ પર સ્થાન લીધું ઈસ્માઈલ હીરા ના જણાવ્યા મુજબ હજુ દસેક ડૉક્ટરો નવા ભણી ને તૈયાર થશે ગોલ્ડ મેડલ મેળવનારા ગામના સન્માનિત વ્યક્તિ ઓને જોઈ એસ પી પણ ખુબજ પ્રભાવિત થયા હતા બાદરપુર સંસ્થા વતી ડૉ પાર્થ રાજસિહ ગોહિલ સહિત મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું મહેમાનો ના હસ્તે ડૉક્ટરો અને ગોલ્ડ મેડલ મેળવનારા ઓનું સન્માન કરવામાં આવ્યું

ડૉ પાર્થ રાજસિહ ગોહિલ એ પોતાના પ્રવચનમાં બાદરપુર ની સ્વછતા અને ડૉક્ટર એન્જિનિયર વગેરે નોકરીયાતો સહિત શેક્ષણિક વિકાસ માટે એક ઉમદા ગણાવ્યું બાદરપુર ને મહેસાણા જિલ્લાનુ અગ્રિમ હરોળનુ ગામ ગણાવ્યું ડૉ એચ જી નાદોલીયા પ્રોફેસર વડનગર એ તો હદિશો ના હવાલા થી અને બાદરપુર સહિત મોમીન સમાજ ના એજ્યુકેશન પર સચ્ચર કમીટી ના આંકડા સાથે મુસ્લિમ સમાજમા અગ્રસર કહ્યું ડૉ પાર્થ રાજસિહ ગોહિલ એ કારયૅકરમ માં સ્પીચ આપી ને વિદાય લીધી હતી વડનગર પીએસઆઇ ડી એન વાઝા અને પીએસ આઇ બહેલીમે પણ પ્રોટોકોલ જાળવી હાજર રહ્યા બાદરપુર ના અન્ય આગેવાનો અને તબીબોનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નું સફળ સંચાલન મહેર હાઇસ્કુલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: