અકસ્માત થી ઘવાયેલા યુવાને પી.એસ.આઈ કોન્સ્ટેબલ ની શારીરિક પરીક્ષા કરી પાસ

હાલમાં ચાલી રહેલી પોલીસ ની ભરતી માં અકસ્માત ગ્રસ્ત ઉમેદવારે મુશ્કિલ સ્થિતિ વચ્ચે પોલીસ ની શારીરિક પરીક્ષા પાસ કરી પોલીસ ની પરીક્ષા ને થોડા જ દિવસો પેલા હિટ એંટ રન કેસ માં વાહન અકસ્માત માં પગના અને હાથ ના ભાગમાં ઈજા પહોચી હતી અને ડૉક્ટરે અઠવાડિયા નું રેસ્ટ કરવા કહ્યું હતું પણ પોલીસ ની શારીરિક પરીક્ષા હોવા ના લીધે આ યુવાને ઘાયલ અવસ્થા માં પણ પ્રેક્ટિસ કરી હતી અને નિર્ધારિત સમય કરતા પેહલા જ દોડ સહિત ની પરીક્ષા માં ઉતિર્ણ થઈ ને સારા ગુણ મેડ્વ્યા હતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માં બી. એડ. નો અભ્યાસ કરતા મૂળ ભચાઉ તાલુકા ના લખાપર ગામ ના કોલી પ્રકાશ ભાઈ જેસઁગ ભાઈ ગાઁગસ નામના આ યુવાને આવી મુશ્કિલ પરિસ્થિતિ માં પણ પોલીસ ની શારીરિક કસોટી પાસ કરી અન્ય યુવા નો માટે ઉત્તમ ઉદાહરણ આપ્યું છે વાસ્તવિક જીવન માં આ પ્રકાર નું જવલેજ બનતું હોય છે જે ચેલ્લેઁજ ઉપાડી ને પ્રકાશ ગાઁગસ એ કરી બતાવી ને અન્ય ને પ્રેરણા આપી છે. અહેેવાલ – મહેશ રાજગોર વાઢિયા

Leave a Reply

Your email address will not be published.

error: