૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ ને કોવિડ-૧૯ રસી આપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે ITI ગાંધીધામ, તોલાની ફાઉન્ડેશન ગાંધીધામ પોલીટેકનિક, આર્ટ્સ કોલેજ, ઇન્સ્ટિ. ઓફ કોમર્સ, રાજાભાઈ પટેલ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓને રસી મુકવામાં આવનાર છે.

મા. કલેક્ટર શ્રી, કચ્છ-ભુજ, ની સૂચના મુજબ તા. ૩ અને ૪ જાન્યુઆરી, ૨૦૨૨ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ ને કોવિડ-૧૯ રસી આપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે ITI ગાંધીધામ, તોલાની ફાઉન્ડેશન ગાંધીધામ પોલીટેકનિક, આર્ટ્સ કોલેજ, ઇન્સ્ટિ. ઓફ કોમર્સ, રાજાભાઈ પટેલ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓને રસી મુકવામાં આવનાર છે. જે બાબત ધ્યાને લઇ આપની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ઓર્ડર મુજબ તમામ વિદ્યાર્થીઓ નો  રજાના દિવસે પણ  સંપર્ક કરી હાજર રહે તે સુનિશ્ચિત કરવું. સદર કામગીરી ઝુંબેશના ધોરણે કરવાની હોઈ ગંભીરતા પૂર્વક કામગીરી ને અગ્રતા આપવી. સદર કામગીરી દરમિયાન આપની સંસ્થામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા/તાલુકા હેલ્થ અધિકારીશ્રી, તાલુકા મામલતદાર શ્રી, નોડલ અધિકારી શ્રી, મુલાકાત  લેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓ વોટ્સએપ ના માધ્યમ દ્વારા આપને જાણ કરવામાં આવશે. સદર કામગીરી દરમિયાન કોવિડ- ૧૯ની સંપૂર્ણ ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે આચાર્ય વર્ગ -૧ આઈ ટી આઈ ગાંધીધામ. અહેવાલ -કરિશ્મા માની બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: