આજે તોલાની ફાઉન્ડેશન ગાંધીધામ પોલિટેકનિક કોલેજ અને ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટી હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર સાથે મળીને ને એઇડ્સ રોકવા અને તેની જાગૃતતા લાવવા માટેના પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યુ

કચ્છ – ગાધીધામ – તારીખ – ૦૩/૦૧/૨૦૨૨ સોમવાર – આજે તોલાની ફાઉન્ડેશન ગાંધીધામ પોલિટેકનિક કોલેજ અને ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટી હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર સાથે મળીને ને એઇડ્સ રોકવા અને  તેની જાગૃતતા લાવવા માટેના પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવેલ હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી  કિંજલ જે. બુદ્ધભટી (સર્વનિધિ ટ્રસ્ટ અને વી. એન. પટેલ ગ્રામ વિકાસ ટ્રસ્ટના ડાયરેક્ટર), શ્રી દિપક રાજગોર ( એસ ટી એસ ગાંધીધામ – રામબાગ હોસ્પિટલ ) ,શ્રી દિનેશ ખરાડી (ટી બી એચ વી ગાંધીધામ – રામબાગ હોસ્પિટલ ) અને શ્રી હામીર કેશોડું (ફિલ્ડ ઓફિસર – વી. એન. પટેલ ગ્રામ ) અને પ્રિન્સીપાલ શ્રી જે. કે. રાઠોડ નિમેષ પ્રજાપતિ અને કરિશ્મા મની મુખ્યા મહેમાનો તરીકે  ત્યાં ઉપસ્થિત રહ્યા  હતા.

એમાં એઇડ્સ અવેરનેસ લાવવા માટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટ માંથી રીલ મેકિંગ અને પોસ્ટર મેકિંગ એ પ્રમાણે બે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટર મેકિંગ ની અંદર ૩ સ્પર્ધક માંથી પ્રથમ નંબર અસ્મૃતી પંડ્યા , દ્વિતીય નંબર અનુરાગ સિંગ અને તૃતીય નંબર સાક્ષી પટેલ.રીલ મેકિંગ ની અંદર ૩ સ્પર્ધક માંથી પ્રથમ નંબર પ્રિયા મોદી અને અદિતિ જેઠવા, દ્વિતીય નંબર સાધુ રક્ષિત અને તૃતીય નંબર ચોતારા પાર્થ.ઉપર મુજબ સ્પર્ધકને ટ્રોફી અને સર્ટીફીકેટ આપવામાં આવેલ હતા.આ પ્રોગ્રામ ની અંદર એચઆઇવી અને એઇડ્સ કઈ રીતે ફેલાય છે અને એનાથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ એની વાત કરવામાં આવેલ હતી આ જ રીતે કાર્યક્રમ ખુબ જ સફળ  પૂર્વક રહ્યો રિપોર્ટ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: