આજે પ્રદેશ કોંગ્રેસ ની સુચના અનુસાર આખાય ગુજરાતમાં કોવિડ ૧૯ ન્યાય યાત્રા અંતર્ગત ભચાઉ તાલુકા કોગ્રેસની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું

કચ્છ – ભચાઉ – તારીખ – ૧૦/૦૧/૨૦૨૨ સોમવાર – ભચાઉ તા.કોગ્રેસ પ્રમુખ બળુભા જાડેજા પ્રદેશ કોંગ્રેસ માજી મંત્રી ભરતભાઇ ઠકકર, તાલુકા કોગ્રેસના વરીષઠ આગેવાન ખીમાભાઈ ઢીલા,ઉપ પ્રમુખ શિવરાજ સિંહ, જિલ્લા કોંગ્રેસ એસસી સેલ ,કન્વીનર શામજીભાઈ ભીમાણી મનજીભાઈ રાઠોડ, શહેર કોગ્રેસ મહામંત્રી ધર્મેન્દ્ર સિંહ, નગરપાલિકા વિપક્ષી નેતા ગણેશા ગરવા,નાયબ વિપક્ષી નેતા,મહિલા કોગ્રેસના પ્રમુખ લક્ષ્મી બેન ધૈયડા.સરકાર દ્વારા માણસના મૃત્યુ પામ્યા બાદ માત્ર પચાસ હજાર સહાય ચુકવી મજાક બનાવેલ છે જયારે પશુ નો મૃત્યુ થાય ત્યારે પણ પચાસ હજાર સહાય મળે છે આમ પશુ કરતાં મનુષ્ય નો મહત્વ વધારે હોય છે જેથી હરેક મૃત્યુ પામેલા વ્યક્તિ દિઠ ચાર લાખની સહાય મળે એવી રજુઆત કરવામાં આવી હતી. રીપોર્ટ – ગની કુંભાર ભચાઉ

Leave a Reply

Your email address will not be published.

error: