રામબાગ હોસ્પિટલ ખાતે કાર્યરત આર.ટી.પી.સી.આર. લેબોરેટરી ની સુવિધા પૂર્વ કચ્છ નાં નાગરિકો ને ઉપલબ્ધ થઈ છે.

કચ્છ – આદીપુર – તારીખ – ૦૮/૦૧/૨૦૨૨ શનિવાર – પૂર્વ કચ્છ નાં નાગરિકો માટે આર ટી પી સી આર લેબોરેટરી ની સુવિધા આપણા જ શહેર ગાંધીધામ ખાતે ઉપલબ્ધ થઈ છે. રાત દિવસ એક કરી ફક્ત ૮ દિવસ માં જ શૂન્ય માંથી સમગ્ર લેબોરટરી નું કાર્ય સંપન્ન થયેલ છે, જેમાં ડૉ અનુજ શ્રીવાસ્તવ, ડૉ મુનિરા મહેતા નાં માર્ગદર્શન હેઠળ કાર્ય સંપન્ન થયેલ છે આ અગાઉ સમગ્ર કચ્છ માં ફક્ત એક ભુજ અદાણી મેડિકલ કોલેજ ખાતે આર.ટી.પી.સી.આર. ટેસ્ટિગ ની સુ”વિધા  ઉપલબ્ધ હતી, પરંતુ ગાંધીધામ તાલુકા માં જ સરકારશ્રી દ્વારા આર.ટી.પી.સી.આર. લેબોરટરી શરૂ થતાં દર્દીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. કોરોના ની ત્રીજી લહેર જ્યારે દસ્તક કરી રહી છે ત્યારે આ લેબોરેટરી ટેસ્ટિગ ની સુવિધા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. આર.ટી.પી.સી.આર. નાં નોડલ ઓફિસર તરીકે ડૉ. મુનિરા મહેતા, (એમ ડી માઇક્રોબાયોલોજીસ્ટ) કાર્યરત રહી ફરજ બજાવી રહ્યા છે.

આ કોરોના વોરિયર્સ છેલ્લા ૮ મહિના થી પડદા પાછળ નાં કાર્યરત છે. લેબોરેટરી ખાતે ડૉ મુનિરા મહેતા નાં નેજા હેઠળ લેબોરેટરી ટેકનીશિયન વૈશાલીબેન લક્કડ, સંદીપભાઈ રાઠોડ, હીનાબેન ગૌતમ, કોમ્પુટર ઓપરેટર તરીકે જયેશભાઈ અને આનંદભાઈ રાઠોડ, તેમજ લેબોરેટરી એટેન્ડન્ટ તરીકે મંગલભાઈ પઠાણ ફરજ બજાવી રહ્યા છે. એવું રામબાગ હોસ્પિટલ નાં અધિક્ષક ડૉ અનુજ શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગાંધીધામ, ભચાઉ, રાપર નાં આર.ટી.પી.સી.આર. નું ટેસ્ટીગ રામબાગ સ્થિત આર.ટી.પી.સી.આર. લેબોરટરી ખાતે થઈ રહ્યું છે. કોરોના વાયરસ પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો હોય, દર્દીઓ ને માસ્ક પહેરવા, જાહેર સ્થળો અને કાર્યક્રમમાં હાજરી ટાળવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવા અપીલ કરી હતી. રીપોર્ટ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: