આદિપુર ગાંધીધામ માં ગુરુ ગોવિંદસિંગજી ના પ્રકાશ પર્વ પર“ રાષ્ટ્રીય સિંધી સમાજ” અને “બાબા આયારામ દરબાર” દ્વારા બાળકો ને શાહી સન્માન કરવામાં આવ્યું

કચ્છ – આદીપુર – તારીખ – ૦૮/૦૧/૨૦૨૨ શનિવાર – આદિપુર ગાંધીધામ માં ગુરુ ગોવિંદસિંગજી ના પ્રકાશ પર્વ પર “રાષ્ટ્રીય સિંધી સમાજ” અને “બાબા આયારામ દરબાર” દ્વારા ગાદીનશિન સંત શ્રી શ્યામ રોહિડા જાની દ્વારા આખા ભારત માંથી નાના બાળકો માટે ઓન લાઈન ગુરુબાની પ્રતિયોગીતા યોજી  વિજેતા બાળકો ને શાહી સન્માન કરવામાં આવ્યું. તથા આદિપુર ચોક(રસ્તા) માં સિંધી સમાજ ના સંતો ની પ્રતિમા પર બાઇક રેલી કરી પુષ્પ વર્ષા કરવામાં આવી. કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ ની મુલાકાત સંતો અને બ્રાહ્મણો એ લીધી, તથા ગૌ માતા ના આશ્રિવાદ લીધા. જેમાં બિન વારસી ગાયો નો અકસ્માત માં ઇજા પામેલ, આંખ નું ઓપરેશન, ડિલિવરી, કેન્સર, એમ્બ્યુલન્સ  લાવા લઈજવા સુવિધા તથા ઉપચાર ઈલાજ જેવા સેવા કર્યો કરે છે. તથા કબુતરો, અને કુતરાઓ નું પણ વિના મૂલ્યે ઈલાજ ઉપચાર તબીબ જાણકાર ડોક્ટરો દ્વારા કરવા માં આવે છે . 

અને મૂંગા પશુ ઓ ની સેવા નું કામ કરે છે.અને જૂનું ઝૂલેલાલ મંદિર નવા ઝૂલેલાલ મંદિર, રામાપીર મંદિર અન્ય બીજા મંદિરો માં બધે સંતો તથા બ્રાહ્મણો નો ઢોલ, શેહનાઈ, ફુલહાર, પૂજા થાળી અને ઇત્તર દ્વારા સ્વાગત સત્કાર અને ધાર્મિક પ્રવચન, સત્સંગ નો કાર્યક્રમ યોજાયો. તથા બ્રહ્મલીન માતા રૂકમણી દેવી નું જીવન તરંગ પુસ્તક વિતરણ કાર્યક્રમ પણ યોજાયો જેમાં EX. મહિલા & બાળવિકાસ મંત્રી નિર્મલા વાઘવાની, બ્રાહ્મણો માં “અખિલ ગુજરાત સિંધી સારસ્વત બ્રાહ્મણ સમાજ” ના પ્રમુખ શ્રી પરશુરામ શર્મા(ગોધરા), ઉપપ્રમુખ નથુરામ શર્મા(ડીસા), ઉપપ્રમુખ કિશોર શર્મા(ગાંધીધામ) સંતો માં સંત શિરોમણી શ્રી ઓ શ્યામ રોહિડા જી (અમદાવાદ), દિપક રોહિડા જી(ઉલહાસનગર), પરમાનંદા સાધ્વી(ગોધરા), ઝૂલેલાલ સાઈ (શેરા), સંત કવરરામ કે પૌત્ર કિશોરીલાલ જી(સતના) , ડૉ. સંતોષકુમાર જી(અમરાવતી), સુરેન્દ્ર કુમાર જી(અયોધ્યા), ગુરમુખદાસ જી(ઉજજેન), નરેશ લાલવાની જી(આદિપુર), વાસુરામ જી(જુનાગઢ), સુરેશ સિંગ જી(કચ્છ), સિંગર પંકજ જેસવાણી(દુબઇ) રાષ્ટ્રીય સિંધી સમાજ ના આગેવાનો માં રા.પ્રમુખ કમલ વારધાની, રા.મંત્રી મુકેશ સચદે, ગુ. અધ્યક્ષ રાજુ ઢોલાણી, ગુ. ઉપાધ્યક્ષ મહેશ આહુજા, કચ્છ અધ્યક્ષ પ્રકાશ રામ ચાંદાણી, મહિલા અધ્યક્ષ જયશ્રી ખાલસા, હીરાલાલ ભૂરાણી(જયપુર) તથા “માખીજાણી ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” પ્રમુખ જગદીશ માખીજાની, રીતુ ભાટિયા તથા અન્ય સિંધી સમાજ ના આગેવાનો સંતો મહંતો બ્રાહ્મણો એ હાજરી આપી.રીપોર્ટ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

2 thoughts on “આદિપુર ગાંધીધામ માં ગુરુ ગોવિંદસિંગજી ના પ્રકાશ પર્વ પર“ રાષ્ટ્રીય સિંધી સમાજ” અને “બાબા આયારામ દરબાર” દ્વારા બાળકો ને શાહી સન્માન કરવામાં આવ્યું

  • January 9, 2022 at 4:07 am
    Permalink

    A nice, well organised n salutable programme. Kudos to all organisers

    Reply

Leave a Reply

Your email address will not be published.

error: