ઇન્સાફ સંગઠન કચ્છ જિલ્લાના હોદેદારો ની નિમણૂક કરવામાં આવી

નેહાલ અહેમદ અન્સારી ઉપપ્રમુખ – કચ્છ જીલ્લો – એડવોકેટ યેસાબેન દુદાની પ્રમુખ – લીગલ સેલ કચ્છ જીલ્લો

જય ભારત સાથે જાણવવાનું આજરોજ ઇન્સાફ સંગઠન કચ્છ જિલ્લાની રચના માટે પહેલી મીટીંગ નું આયોજન ગાંધીધામ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું,

આ મીટીંગમાં સામાજિક તેમજ રાજનીતિક લોકોએ ભાગ લીધું હતું સંગઠન બનાવવા વિષે,

સમીરભાઈ દુદાની મહામંત્રી કચાછ જીલ્લો – રોશનઅલી આઈ. સાંધાણી પ્રમુખ કચ્છ જીલ્લો

આ મીટીંગમાં સામાજિક તેમજ રાજનીતિક લોકોએ ભાગ લીધું હતું સંગઠન બનાવવા વિષે, વિશેષમાં કચ્છ જિલ્લામાં થતા ભ્રષ્ટાચાર અને ગેરકાનૂની પ્રવુતિ અને કૌભાંડો ને લઈ ચર્ચાઓ કરવામાં આવી જેમાં આજે પણ કચ્છ જિલ્લા ( દેશી અને ઈંગ્લીશ દારૂ ) ગાંજો અફીણ નો વધતો વેપાર તેમજ કચ્છ જિલ્લા માંથી પકડાતા.( દ્રાગ્સ ) અને ( દેશી વિદેશી હથિયારો ) કચ્છ ની જનતા માટે જોખમ નું રૂપ છે, અને યુવા પેઢીને બરબાદ કરી શકે છે તેમજ ખનીજ ચોરી બેફામ થઈ રહી છે. ઓવર લોડીગ ટ્રકો નો ત્રાસ, તેમજ ગૌચર.સિમતડ.ગામતડ. અને ફોરેસખાતા નો જમીનમાં થતો દબાણ અને બેફામ ખનીજ ચોરી કૌભાંડ અને કચ્છ જિલ્લામાં ચાલતા અનેક કૌભાંડ, કચ્છ જિલ્લા ની કોઈ પણ સરકારી કચેરી જોઈએ તો ખુલ્લે આમ ચાલતા કૌભાંડ ત્યારે નગરપાલિકા.ગ્રામ પંચાયત. તાલુકા પંચાયત.જિલ્લા પંચાયત, જિલ્લા અને તાલુકા શિક્ષણ વિભાગ. તેમજ કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના તેમજ આરોગ્ય બ્લોક વિભાગ અને અનેક આરોગ્ય પેટા કેન્દ્ર માં ચાલતા કૌભાંડો ને ખુલ્લા પાડવા આવશે, તેમજ સરકારી કચેરીઓ માં અધિકારીઓ દ્વારા ગરીબ લોકો સાથે કરવામાં આવતો અન્યાય સામે ઇન્સાફ ની લડાઈ લડી ને ન્યાય આપવવા ઇન્સાફ સંગઠન ની આજરોજ રચના કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં લોકો માટે આ સંગઠન બહુ ઉપયોગી સાબિત થશે એવું વિશ્વાસ આપવામાં આવ્યું, જેમાં

ઇન્સાફ સંગઠન કચ્છ જિલ્લાના પ્રમુખ પદે શ્રી રોશનઅલી સાંધાણી મહા મંત્રી પદે સમીરભાઈ દુદાની ઉપપ્રમુખ પદે, એડવોકેટ નેહાલઅહેમદ અન્સારી તેમજ લીગલ સેલ કચ્છ જિલ્લાના પ્રમુખ પદે એડવોકેટ યેસાબેન દુદાની ની નિમણૂક કરવામાંવી હતી. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. રોશનઅલી સાંધાણી પ્રમુખ: ઇન્સાફ સંગઠન કચ્છ જિલ્લા 99786 22780 રીપોર્ટ – ગનીભાઈ કુભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: