કચ્છ જિલ્લાના જાણીતા અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઈ મહેશ્વરી અને એમના સુપુત્ર સૌમ્ય એ માઘસ્નાન વ્રત ધારણ કર્યું.

કચ્છ ગુજરાત મહારાષ્ટ્ર અને દેશભરમા વસતા તેમજ સિંધ પાકિસ્તાન અને વિશ્વભરમા રહેતા મહેશ્વરી સમાજના પાવન પવિત્ર માઘસ્નાન વ્રત ધાર્મિક ભાવનાઓ સાથે મનાવાઈ રહ્યું છે ત્યારે હાલે અહીં કચ્છભરમા પણ બહોળી સંખ્યામા માઘસ્નાનીઓ આ કઠોર પાવન વ્રત ધારણ કરેલ છે જેમા હાલે કેરા મધ્યે કચ્છ જિલ્લા અધિક સરકારી વકીલશ્રી સુરેશભાઈ અરજણભાઈ મહેશ્વરી (આયડી) તેમજ તેમના ૧૨ વર્ષીય સુપુત્ર સૌમ્ય સુરેશભાઈ મહેશ્વરીએ પણ માઘસ્નાન વ્રત ધારણ કરેલ છે, કેરા ખાતે કુલ્લ નવ માઘસ્નાનીઓ છે જેમાં સંઘના મુખી તરીકે સુરેશભાઈ આયડી સંઘને દોરવણી આપી રહ્યા છે, જ્યારે હરમઈસર તરીકે ગંગાજર ઉર્ફે વેલજીભાઈ માતંગ દાદા માઘસ્નાનીઓને ૩૬ ધ્રોકની સમજ સાથે માતંગ શાસ્ત્રનો જ્ઞાનઉપદેશ આપી રહ્યા છે.

શ્રી કેરા મહેશ્વરી સમાજ માગ સ્નાવ્રતધારી ૨૦૨૨ (૧) સુરેશ અરજણભાઇ આયડી (એડવોકેટ) (અધિક જિલ્લા સરકારી વકીલ & પબ્લિક પ્રોસિકયુટર) મુખી (૨) અરજણ જખુ ભાઈ ફુલીયા (૩) હરેશ ભરતભાઈ આયડી (એડવોકેટ) (૪) રમેશ બુધાભાઈ સીજુ (૫) વિશાલ શિવજીભાઇ મણીયાર (૬) નરેશ મનજીભાઈ મણીયાર (૭) વિજય અરજણભાઇ મણીયાર (૮) તુષાર વીરચંદભાઈ પાતારિયા (૯) સૌમ્ય સુરેશભાઈ આયડી ઉવ ૧૨ વર્ષ – રિપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: